Beauty Benefits of numeg for blackheads home made scrub
  • Home
  • Fashion & Beauty
  • જિદ્દીમાં જિદ્દી બ્લેકહેડ્સ ગાયબ કરશે આ હોમમેડ સ્ક્રબ

જિદ્દીમાં જિદ્દી બ્લેકહેડ્સ ગાયબ કરશે આ હોમમેડ સ્ક્રબ

 | 12:47 pm IST

ભલે તમારી ત્વચા કેટલી પણ વ્હાઇટ કેમ ન હોય, પરંતુ તેની પર બ્લેકહેડ્સના કારણે ત્વચાની ચમક ફીકી થવા લાગે છે. ડેડે સ્કિન સેલ્સ અને ઓઇલ મિક્સ થઇને બ્લેકહેડ્સ બને છે. પ્રદુષણ અને ચહેરાને રોજ એક્સફોલિએટ ન કરવાના કારણથી પણ બ્લેકહેડ્સ થલા લાગે છે. તેને દૂર કરવા માટે જરૂરી નથી કે તમે દર વખતે પાર્લર જાવ. આજે અમે તમને હોમમેડ સ્ક્રબ જણાવીશું જેનાથી તમે ઘરે પણ બ્લેકહેડ્સને નીકાળી શકો છો.

સામગ્રી
2 ચમચી – દૂધ
જાયફળ પાઉડર
1 ચમચી – મધ
ફુલ ફેટ મિલ્ક

બનાવવાની રીત
જાયફળ સ્ક્રબ બનાવવા માટે સૌથી પહેલા જાયફળને બારીક પીસી લો. તેનાથી તમારી ત્વચાને કોઇ જ નુકસાન થતુ નથી. ત્યારે પછી 2 ચમચી દૂધને જાયફળ પાઉડરમાં મિક્સ કરી લો તમારી ત્વચા ડ્રાય છે તો તેમા ફુલ ફેટ મિલ્ક પણ મિક્સ કરી શકો ચો. જ્યારે ઓઇલી સ્કિન વાળા તેમા મધ ઉમેરીને તેનો ઉપયોગ કરો.

આ રીતે કરો ઉપયોગ
સ્ક્રબ કરતા પહેલા ચહેરાને બરાબર ધોઇ લો. ત્યાર પછી ચહેરાનના જે ભાગ પર બ્લેકહેડ્સ છે ત્યાં 5-10 મિનિટ માટે સ્ક્રબ કરો. ત્યાર પછી ઠંડા પાણીથી તમારો ચહેરો ધોઇ લો અને આંગળીથી થપથપાવીને ચહેરાને સુકાવી દો. આ સ્ક્રબનો ઉપયોગ અઠવાડિયામાં ઓછામાં ઓછા 1-2 વખત કરો. આ વાતનું ધ્યાન રાખો કે ફોશવોશથી ચહેરાને ધોયા પછી જ સ્ક્રબનો ઉપયોગ કરો.

બ્લેકહેડ્સની સાથે કરચલીઓ પણ થશે દૂર
બ્લેકહેડ્સને દૂર કરવાની સાથે-સાથે જાયફળ સ્ક્રબ કરચલીઓથી પણ છૂટકારો અપાવે છે. તેનાથી તમારા ચહેરાની ઉંમર વધારે જવાન અને સુંદર લાગે છે. એટલું જ નહીં, તેનાથી ચહેરાના ડાઘ-ધબ્બા પણ દૂર થાય છે અને સાથે જ ત્વચામાં પણ ચમક આવે છે.