Beauty Benefits OF Nutmeg For pimples and hair fall
  • Home
  • Fashion & Beauty
  • ખરતા વાળ અને ખીલ આ બન્ને સમસ્યાનો રામબણ ઇલાજ છે આ 1 વસ્તુ

ખરતા વાળ અને ખીલ આ બન્ને સમસ્યાનો રામબણ ઇલાજ છે આ 1 વસ્તુ

 | 12:25 pm IST

જાયફળનો ઉપયોગ રસોઇના મસાલામાં ખાવાનાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે ઠેયસ પરંતુ શુ તમને ખબર છે કે આ મસાલો સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે. તમે નથી જાણતા કે જાયફળના કેટલા ફાયદા છે તો એક વખત જાણી લો. તેનો ઉપયોગ કરવાથી તમારા ચહેરાની સુંદરતા વધી જશે સાથે જ વાળ પણ ભરાવદાર થશે. તો ચાલો જોઇએ જાયફળમાં એવા કયા ગુણ છે જે તમારી સુંદરતા વધારવામાં ઉપયોગી છે.

હેલ્ધી અને ચમકીલી ત્વચા માટે

જાયફળનો ઇતિહાસ જોવામાં આવે તો આ મસાલો ખાસ કરીને આફ્રીકાન દેશના ઇજિપ્ત દેશમાં કરવામાં આવે છે. એક હિસ્ટોરીકલ સ્ટડી મુજબ અંહીની મહિલાઓ ખાવાનાની સાથે સુંદરતા વધારવા માટે જાયફળનો ઉપયોગ કરે છે. જોકે જાયફળનો ઉપયોગ ઘણા બોડીલોશન, ક્રીમ્સ, સ્ક્રબ અને ફેશવોશમાં કરવામાં આવે છે. જાયફળમાં રહેલા તત્વ ત્વચાને હેલ્ધી અને ચમકદાર બનાવે છે. તમે જાયફળનો ઉપયોગ કરીને ઘરે પણ લોશન બનાવી શકો છો. જેના માટે જાયફળ પાઉડર અને કોકોનટ મિલ્કને બરાબર મિક્સ કરીને મિશ્રણ બનાવી લો. આ મિશ્રણથી ચહેરા પર મસાજ કરો, જેનાથી તમારા ચહેરમાં ચમક આવી જશે.

ખીલ થશે ગાયબ

ચહેરા પર ખીલ મહિલાઓની સુંદરતાનો દુશ્મન હોય છે. આ સમસ્યાથી દરેક મહિલાને પસાર થવું પડે છે. કોઇપણ હોર્મોનલ બદલાવના કારણ તો કેટલાક લોકો ઓઇલી અને ડ્રાયના સ્કિનના કારણે પરેશાન રહે છે. પરંતુ તમે ખીલ દૂર કરવા માટે જાયફળનો ઉપયોગ કરી શકો છો. જેના માટે તમે જાયફળ પાઉડરમાં દૂધ અને મધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને તેને ચહેરા પર લગાવી લો. જેનાથી તમને ખૂબ ફાયદો થઇ શકે છે. તે સિવાય બ્લેકહેડ્સની સમસ્યા માટે પણ જાયફળ ફાયદાકારક માનવામાં આવે છે.

ડાઘ-ધબ્બા વાળી ત્વચા

દરેક મહિલાઓને ચહેરા પર ડાઘ-ધબ્બા રહેવાથી ખૂબ પરેશાન રહે છે. ત્રણમ મોટી ચમચી જાયફળ પાઉડરમાં મધ અને દૂધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો આ પેસ્ટને તમે ચહેરા પર લગાવી શકો છો. પેસ્ટ સૂકાઇ જાય એટલે સાદા પાણીથી ચહેરાને સાફ કરી લો. અઠવાડિયામાં ત્રણ વખત આ ઉપાય કરવાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા ધીમે-ધીમે આછા થવા લાગશે.

ભરાવદાર વાળ માટે બેસ્ટ

કહેવાય છે વાળ મહિલાઓની સુંદરતા વધારવાનો એક ભાગ છે. પરંતુ કેટલીક વખત પ્રદુષણ અને ખરાબ ડાયેટના કારણે વાળ પર ખરાબ અસર પડે છે અને વાળ ખરવા લાગે છે. ખરતા વાળની સમસ્યા ખાસ કરીને દરેક મહિલાઓને થાય છે. પરંતુ તમે ખરતા વાળની સમસ્યાને દૂર કરી શકો છો.