Beauty benefits Of radish Face pack For glowing skin
  • Home
  • Fashion & Beauty
  • સ્વાસ્થ્ય માટે જ નહીં સુંદરતા માટે પણ બેસ્ટ છે આ શાક, આ રીતે બનાવો ફેસપેક

સ્વાસ્થ્ય માટે જ નહીં સુંદરતા માટે પણ બેસ્ટ છે આ શાક, આ રીતે બનાવો ફેસપેક

 | 12:27 pm IST

શિયાળામાં મૂળાનું સેવન ચમે સલાડ તકીકે કરો કે શાક તરીકે.. તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ મદદરૂપ સાબિત થાય છે. પરંતુ મૂળાના સેવનથી માત્ર સ્વાસ્થ્યને જ ફાયદો થાય છે એવું માનો છો તો એવું બિલકુલ પણ નથી. મૂળાને તમે તમારી સુંદરતા વધારવા માટે પણ ઉપયોગમાં લઇ શકો છો. જેને તમે તમારા ચહેરા પર લગાવશો તો તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી તજશે. તો આવો જોઇએ મૂળો તમારી સુંદરતા વધારવામાં કેવી રીતે ઉપયોગમાં લઇ શકાય અને કેવી રીતે મૂળાનો ફેસપેક બનાવી શકાય.

– મૂળાનો આ ફેસ પેક બનાવવા માટે તમે મૂળને કટ કરી લો. હવે તેના મોટા ટૂકડામાં લઇને છીણી લો. તે સિવાય તમે તેને પીસીને પણ તેની પેસ્ટ બનાવી શકો છો.

– હવે મૂળાની આ પેસ્ટમાં થોડોક લીંબુનો રસ મિક્સ કરી લો, અને તેને મિક્સ કર્યા બાદ 4-5 ટીંપા જૈતુનનું તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

– હવે તૈયાર છે મૂળાનો ફેસપેક. આ ફેસ પેકને ચહેરા પર થોડીક વાર લગાવી રાખો અને તેને ધોઇ લો.

– અઠવાડિયામાં આ ફેસપેકનો તમે બે વખત ઉપયોગ કરી શકો છો. પરંતુ જો તમારી ત્વચાને આ ફેસપેક સૂટ ન કરે તો તેને ઉપયોગ ન કરવો જોઇએ.

– આ પેકને ચહેરા પર લગાવતા પહેલા તમારા હાથ પર આ પેસ્ટને લગાવીને ટેસ્ટ કરી લો. જો હાથની ત્વચાને સૂટ કરે તો જ તેને તમે ચહેરા પર લગાવો. જેથી કોઇ નુકસાન થશે નહીં.

– અઠવાડિયામાં બે વખત આ ફેસપેકનો ઉપયોગ કરવાથી તમારી ત્વચામાં ચમકી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન