Beauty benefits of salt for skin glow
  • Home
  • Fashion & Beauty
  • મીઠુ સ્વાદ વધારવા જ નહીં, ચહેરામાં ચમક લાવવા માટે પણ બેસ્ટ

મીઠુ સ્વાદ વધારવા જ નહીં, ચહેરામાં ચમક લાવવા માટે પણ બેસ્ટ

 | 4:47 pm IST

ચહેરાને સુંદર બનાવવા માટે યુવતીઓ બજારમાંથી મોંઘામાં મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સ લઇને આવે છે. પરંતુ તેનાથી કોઇ ફરક જોવા મળતો નથી એવામાં તમે રસોડામાં પડી રહેલી કેટલીક વસ્તુઓથી તમે સુંદરતામાં વધારો કરી શકો છો. જેમાથી એક મીઠું છે. મીઠાનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ તમને આ અંગે ખબર નહીં હોય કે તેના ઉપયોગથી સુંદરતામાં પણ વધારો કરી શકાય છે. આજે અમે તમને મીઠાના ઉપયોગથી કેટલીક બ્યુટી સિક્રેટ્સ જણાવીશું.

ગરમીની ઋતુમાં ત્વચા ખૂબ જ જલદી શ્યામ પડી જાય છે. ત્વચાથી ડેડ સેલ્સને દૂર કરવા માટે મીઠું ખૂબ જ એક હેલ્પફુલ છે. ત્વચા પરથી ડેડ સેલ્સ દૂર કરવા માટે મીઠું ઓલિવ ઓઇસ, લેવેન્ડર ઓઇલ, બદામ તેલ મિક્સ કરીને ચહેરા પર સ્ક્રબ કરો. જેનાથી થોડીક જ મિનિટોમાં ચહેરો ચમકવા લાગશે.

ત્વચામાં ચમક લાવવા માટે
મીઠા અને મધમાં એન્ટી ઇફ્લેમેટરીના ગુણ હોય છે. જે ત્વચાને મુલાયમ બનાવે છે અને ખીલને રોકવામાં મદદ કરે છે. જેના માટે બે ચમચી સમુદ્રી મીઠાને 4 ચમચી મધમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. ત્યાર પછી તેને ચહેરા પર 15-20 મિનિટ સુધી ચહેરા પર લગાલી દો અને પછી સાદા પાણીથી ચહેરાને ધોઇ લો.

સફેદ દાંત
પીળા દાંતથી છૂટકારો મેળવવા માટે એક ચમચી મીઠામાં બે ચમચી બેકિંગ પાઉડર ઉમેરો અને તેનાથી ટૂથબ્રશને હળવેથી ડૂબાડી લો. ત્યાર પછી તેને દાંત પર લગાવી ને બ્રશ કરો. આમ કરવાથી થોડાક દિવસમાં જ દાંતની પીળાશ દૂર થઇ જશે.

નખમાં ચમક
વિટામિન્સની ઉણપના કારણે કેટલીક વખત નખ કમજોર થઇને તૂટવા લાગે છે. એવામાં એક ચમચી મીઠું, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી બેકિંગ સોડાને અડધા કપ નવશેકા પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને નખ પર લગાવવાથી થોડાક દિવસોમાં નખ ચમકવા લાગશે.

ખોડાની સમસ્યા
મીઠું વાળમાંથી વધારાનું તેલ અને ભેજનું અવશોષણ કરીને ફંગલ અને ખોડાને થતો રોકે છે. જેના માટે સમુદ્રી મીઠાને પીસીને વાળ પર 10-15 મિનિટ માટે લગાવી લો. અને ત્યાર પછી વાળને શેમ્પુ અને કન્ડિશનર લગાવીને વાળ ધોઇ લો.