એક રાતમાં ચહેરા પરના ખીલ છૂમંતર કરવા કરો આ ઘરેલું ઉપાય - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • એક રાતમાં ચહેરા પરના ખીલ છૂમંતર કરવા કરો આ ઘરેલું ઉપાય

એક રાતમાં ચહેરા પરના ખીલ છૂમંતર કરવા કરો આ ઘરેલું ઉપાય

 | 6:36 pm IST

ટૂથપેસ્ટને દાંત સાફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ આ જાણીને તમને હેરાની થશે કે તેનાથી તમારી ત્વચાની સમસ્યા પણ દૂર કરી શકાય છે. ત્વચા પરની સમસ્યા જેવી કે ખીલ, ડાઘ-ધબ્બા, બ્લેકહેડ્સથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. એવામાં તમે ખીલ અને બ્લેકહેડ્સથી છૂટકારો મેળવવા માંગો છો તો હવે પાર્લરમાં જવાની જરૂર નથી. તમે ટૂથપેસ્ટનો ફેસપેક બનાવી શકો છો.

ત્વચાને સુંદર બનાવવાની સાથે સાથે ટૂથપેસ્ટ ડાઘ-ધબ્બાને દૂર કરવામાં પણ મદદ કરે છે. તેના માટે સૌ પ્રથમ એક ચમચી ટૂથપેસ્ટમાં થોડોક લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને ફેસપેકની જેમ ચહેરા પર લગાવી લો. થોડીક વાર બાદ ચહેરાને સાફ કરી લો. આમ કરવાથી ચહેરા પરના ખીલની સમસ્યાથી કાયમ માટે રાહત મળી શકે છે.

ચહેરા પર ખીલ અને ડાઘ-ધબ્બાનું સૌથી મોટું કારણ બ્લેકહેડ્સ છે. જો ચહેરા પરથી આ બ્લેકહેડ્સને દૂર કરવામાં આવે તો ખીલથી ઝડપથી છૂટકારો મલે છે. ટૂથપેસ્ટના ફેસપેકના ઉપયોગથી તમે બ્લેક હેડ્સથી છૂટકારો મેળવી શકો છો. તેના માટે તમે મિન્ટ ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો.

આ રીતે બનાવો ટૂથપેસ્ટનો ફેસપેક
ટૂથપેસ્ટનો પેક બનાવવા માટે એક બાઉલમાં આશરે બે ચમચી પેપરમિન્ટ ફ્લેવરની ટૂથપેસ્ટ ઉમેરો. તેમા એક ચમચી મીઠું મિક્સ કરો. હવે ટૂથપેસ્ટ પેકને નાક તેમજ બ્લેકહેડ્સ વાળા ભાગની આસપાસ લગાવી પાંચ મિનિટ સુધી રહેવા દો. પાંચ મિનિટ બાદ હાથમાં થોડૂંક પાણી લઇને ત્યાં મસાજ કરો. થોડીક મિનિટ મસાજ કર્યા પછી ચહેરાને ઠંડા પાણીથી બરાબર ધોઇ લો અને થોડીક મિનિટ બાદ તે જગ્યા પર બરફથી હળવા હાથે મસાજ કરો. ચહેરો સાફ કરીને હળવા હાથે મોઇશ્ચરાઇજર ત્વચા પર લગાવી લો.