લાકડાના કાંસકાથી વાળને થશે આ અઢળક ફાયદાઓ - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • લાકડાના કાંસકાથી વાળને થશે આ અઢળક ફાયદાઓ

લાકડાના કાંસકાથી વાળને થશે આ અઢળક ફાયદાઓ

 | 5:58 pm IST

મહિલાઓ તેમના વાળની કાળજી માટે હજારો રૂપિયા ખર્ચ કરે છે. તે સિવાય કલાકો પાર્લરમાં સમય બરબાદ કરે છે.પરંતુ શુ તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે કાંસકાનો ઉપયોગ કરી રહ્યા છો તે તમારા વાળ પર શુ અસર કરે છે. વાળની સુંદરતા માટે કેટલાક પ્રકારના કાંસકા તેમજ બ્રશ બજારમાં ઉપલબ્ધ હોય છે. પરંતુ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમારા વાળ માટે શુ ફાયદાકારક છે. આજે અમે તમને કેટલીક એવી વાતો અંગે જણાવીશું જે કદાચ જ તમને ખબર હશે. વાળની સુંદરતા માટે લાકડાના કાંસકાનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઇ શકે છે. લાકાડાના કાંસકાના ઉપયોગથી વાળની યોગ્ય રીતે કાળજી કરી શકાય છે. તો આવો જોઇએ લાકડાના કાંસકાના કેટલાક ફાયદા અંગે.

ભરાવદાર વાળ
લાકડાના કાંસકાનો ઉપયોગ કરવાથી વાળ ભરાવદાર બને છે. તે સિવાય વાળની મજબૂતી માટે આ એક મહત્વનો ઉપાય છે. આ અંગે નિષ્ણાંતોનું માનવું છે કે તેના ઉપયોગથી વાળ ડેમેજ થતા નથી. તે સિવાય ભીના વાળમાં લાકડાનો કાંસકો ફેરવવાથી પણ વાળ કોઇપણ સાધારણ કાંસકાના ઉપયોગના મુકાબલે ઓછા તૂટે છે અને વાળ મજબૂત રહે છે.

ખોડાની સમસ્યા
ખોડો થવાની કારણે વાળ નહીં પરંતુ સ્કેલ્પ ખરાબ થાય છે. એવામાં તમે લાકડાના કાંસકાના ઉપયોગથી સ્કેલ્પને સ્વસ્થ બનાવી શકે છે અને ખોડાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

સ્કેલ્પ માટે ફાયદાકારક
લાકડું એક કુદરતી પદાર્થ છે.તેનો ઉપયોગ વાળને સુંદર બનાવવા માટે ઘણા સમય પહેલાથી થતો આવ્યો છે. લાકડાનો કાંસકો તમારા સ્કેલ્પને સ્વસ્થ બનાવે છે. તેના ઉપયોગથી સ્કેલ્પ પર ગરમી બને છે. જે માથામાં બ્લડ સર્કુલેશનને વધારે છે. સ્કેલ્પ સ્વસ્થ થવાથી વાળ પણ સારા રહે છે.