Beauty Black belly botton Remove home remedy
  • Home
  • Fashion & Beauty
  • કાળી દૂંટીના કારણે આવે છે શરમ તો ઘરેલું ઉપાયથી ચપટીમાં બનાવો ગોરી

કાળી દૂંટીના કારણે આવે છે શરમ તો ઘરેલું ઉપાયથી ચપટીમાં બનાવો ગોરી

 | 11:41 am IST

નાભિ આપણા શરીરનો સેંસેટિવ ભાગમાંથી એક છે. આપણામાંથી ઘણા લોકો જે પર્સનલ હાઇજીનમાં શરીરના અન્ય અંગની તુલનામાં નાભિની સ્વચ્છતામાં ઓછું ધ્યાન આપે છે. દૂંટીની યોગ્ય રીતે સ્વચ્છતા કરવામાં ન આવે તો તેમા ગંદકી જમા થવા લાગે છે અને નાભિ કાળી થઇ જાય છે. જેના કારણથી તમે સાડી કે ક્રોપ ટોપ પહેરતા શરમ અનુભવો છો. સુંદર અને સ્વચ્છ દૂંટી તમારી સુંદરતા વધારવામાં ચાર ચાંદ લગાવી શકે છે. જોકે બજારમાં ઘણી બ્યુટી પ્રોડક્ટ મળે છે. પરંતુ તેમા રહેલા કેમિકલ્સથી ત્વચાને નુકસાન થઇ શકે છે તો આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય અંગે જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી તમે દૂંટીની કાળાશ દૂર કરીને તેને ચમકાવી શકશો.

હળદર
દૂંટીની કાળાશને દૂર કરવા માટે હળદર ખૂબ મદદરૂપ છે. હળદરમાં મલાઇ, દૂધ અને ચણાનો લોટ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ઓછામાં ઓછા 10 મિનિટ નાભિ પર લગાવી રાખો. દિવસમાં બે વખત આ પ્રક્રિયા કરવાથી કાળાશ દૂર થઇ શકે છે.

ચણાનો લોટ
ત્વચાને સાફ કરવાની સાથે ડાઘ ઓછા કરવાની સાથે પણ ચણાનો લોટ ખૂબ ફાયદાકારક છે. ચણાના લોટમાં સરસિયું, દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને 30 મિનિટ માટે દૂંટી પર લગાવીને રાખો. ત્યાર પછી નાભિને ઠંડા પાણીથી ધોઇ લો. આમ કરવાથી થોડાક દિવસમાંજ કાળાશ દૂર થશે.

બેકિંગ સોડા
દૂંટીની કાળાશ દૂર કરવા માટે બેકિંગ સોડામાં દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને નાભિ પર લગાવી રાખો. તમે ઇચ્છો તો પેસ્ટને કોણી અને ઘુંટણ પણ લગાવી શકો છો. દિવસમાં બે-ચાર વખત આ પ્રક્રિયા કરવાથી દૂંટીની કાળાશ દૂર કરી શકો છો.