ફક્ત એક અઠવાડિયામાં કોણી પરની કાળાશ આ રીતે થશે દૂર - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ફક્ત એક અઠવાડિયામાં કોણી પરની કાળાશ આ રીતે થશે દૂર

ફક્ત એક અઠવાડિયામાં કોણી પરની કાળાશ આ રીતે થશે દૂર

 | 3:28 pm IST

યુવતીઓ ચહેરાને સુંદર અને સાફ રાખવા માટે કેટલાક ઉપાયો કરે છે. તે જેટલું ધ્યાન તેના ચહેરાનું રાખે છે એટલું જ ઘ્યાન શરીરના અન્ય અંગોમાં કોણી અને ઘૂંટણમાં પણ રાખે છે. જેના કારણે તે શોર્ટ્સ કે સ્લીવલેસ ટીશર્ટ પહેરવા પર શરમ ન અનુભવે. ઘુંટણ અને કોણીની કાળાશ તમારી પર્સાનાલિટીને ખરાબ કરી શકે છે. પરંતુ તેને સુંદર બનાવવું કોઇ મુશ્કેલ કામ નથી. તેના માટે તમારા બજારમાંથી મોંઘી કોઇ પ્રોડક્ટ્સ ખરીદવાની જરૂર નથી. તો આવો કયા એવા ઘરેલું નુસખાથી તમે તમારી કોણીને સુંદર બનાવી શકો છો.

હળદર અને દૂધ
કોણી અને ઘુંટણની ત્વતા સુંદર બનાવવા માટે હળદર, દૂધ અને મધથી બનાવવામાં આવેલ પેક ખૂબ ફાયદાકારક છે. તેને બનાવવા માટે ત્રણ ચમચી હળદરમાં એક ચમચી મધ અને બે ચમચી દૂધ ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને 20 મિનિટ તમારી કાળી ત્વચા પર લગાવ્યા બાદ પાણીથી સાફ કરી લો.

એલોવેરા અને બેકિંગ સોડા
લાંબા સમયથી ધ્યાન ન આપવાના કારણે કોણી કાળી પડી જાય છે. તેને માંટે તમારે કોણી પર એલોવેરા જેલ લગાવી સૂકાવા દો. હવે એક ચમચી સોડામાં એક ચમચી દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે એલોવેરા જેલ સબકાયા બાદ પેસ્ટથી કોણી પર મસાજ કરો. હવે કોણીને ઠંડા પાણીથી ધોઇ લો. અઠવાડિયામા 3-4 વખત આ ઉપાય કરવાથી કોણી પરની કાળાશ દૂર થઇ શકે છે.

લીંબુ અને ડુંગળીનો રસ
કોણીને સાફ કરવા માટે લીંબુ ક્લીંઝરનું કામ કરે છે. તમે રાત્રે સૂતા પહેલા કોણી પર લીંબુના ટૂકડાને લગાવી રગડો. તે સિવાય ડુંગળીના રસથી ફણ તેની મસાજ કરી શકો છો.

દહીં
શ્યામ પડી ગયેલી કોણીને સુંદર બનાવવા માટે દહીંનો ઉપયોગ કરી શકો છો. આ સ્ક્રબ બનાવવા માટે થોડાક પ્રમાણમાં દહીં લઇને તેમા એક ચમચી વિનેગર મિક્સ કરો અને તેમા 2 ચમચી ખાંડ મિક્સ કરો. હવે આ સ્ક્રબથી તમારી કોણી પર 15 મિનિટ સુધી મસાજ કરો અને બાદમાં ઠંડા પાણીથી ધોઇ લો. આમ કરવાથી શ્યામ પડી ગયેલી સાફ થઇ જશે.