વારંવાર તૂટી જાય છે નખ તો ફોલો કરો આ ટિપ્સ - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8600 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • વારંવાર તૂટી જાય છે નખ તો ફોલો કરો આ ટિપ્સ

વારંવાર તૂટી જાય છે નખ તો ફોલો કરો આ ટિપ્સ

 | 4:08 pm IST

નખ એ સારા સ્વાસ્થ્યની નિશાની હોય છે તેમજ હાથની સુંદરતા વઘારવાનું પણ કામ કરે છે. કેટલાક લોકોના નખ જલ્દી તૂટી જાય છે. તેને વધારવા માટે તે લોકો કેટલીક ક્રીમનો ઉપયોગ કરે છે પરંતુ તેની કોઇ ખાસ અસર જોવા મળતી નથી. તેમજ નખની પીળાશ દૂર કરવા માટે અને તેનો ગ્રોથ વધારવા માટે ખાસ કાળજીની જરૂરત હોય છે. તો આવો જોઇએ નખને મજબૂત કેવી રીતે કરી શકાય છે.

દૂધ
દૂધ હાડકા, દાંત અને નખ માટે ખૂબ ફાયદા કારક છે. તમે દૂધમાં 5 મિનિટ સુધી તમારા નખ ડૂબાડીને રાખો. અઠવાડિયામાં 2-3 વખત આમ કરવાથી નખ મજબૂત થશે અને સાથે નખ વધવા પણ લાગશે.

સરસોનું તેલ
કેટલાક લોકોને નખ કમજોર થઇને તૂટી જાય છે. જેથી રોજ રાત્રે સૂતા પહેલા નખને 5 મિનિટ સરસોના તેલમાં ડૂબાડીને રાખો.સતત થોડાક દિવસ આ પ્રક્રિયા કરવાથી નખ વધવા લાગશે. સાથે નખ પણ મજબૂત થશે અને નખની સુંદરતા પણ વધી શકે છે.

બદામનું તેલ
બદામના તેલથી નખની મસાજ કરવી જોઇએ. જેથી બ્લડ સર્કુલેશન વધે છે, જેનાથી નખ ઝડપથી વધવા લાગે છે. રાતના સમયે સૂતા પહેલા બદામના તેલથી નખની મસાજ કરવાથી ખૂબ ફાયદો થઇ શકે છે.

ટૂથપેસ્ટ
કેટલાક લોકોને નખ પીળા હોય છે. જે સુંદર લાગવાની જગ્યાએ ખૂબ ખરાબ લાગે છે. તેને સફેદ કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. નેલ રિમૂવરની જેમ નખ પર ટૂથપેસ્ટ લગાવો. જેથી નખ પરની પીળાશ દૂર થઇને તે સફેદ થવા લાગે છે અને સાથે જ નખની મજબૂતાઇ વધે છે.