Beauty By applying oil in the navel you will be absolutely white, acne will never happen
  • Home
  • Fashion & Beauty
  • નાભિમાં તેલ લગાવવાથી થઇ જશો એકદમ ગોરા, ખીલ તો ક્યારેય નહીં થાય

નાભિમાં તેલ લગાવવાથી થઇ જશો એકદમ ગોરા, ખીલ તો ક્યારેય નહીં થાય

 | 11:16 am IST

શિયાળામાં એવા અનેક કાર્યો આપણે કરીએ છીએ જેનાથી આપણા સ્વાસ્થ્યમાં સુધારો થાય. ખાસ કરીને શિયાળામાં તેલ માલિસથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. શરીરમાં ચામડી એ સ્વાસ્થ્યની જાળવણી માટે જરૂરી છે. શિયાળામાં ચામડી ફાટી જવાની સમસ્યા સામાન્ય હોય છે. જેથી ત્વચાને સંબંધિત સમસ્યા થતી હોય છે ત્યારે તેઓ કેટલાંક પ્રકારની મોંઘી દવાઓ અને પ્રોડકટનો ઉપયોગ આપણે કરીએ છીએ. પરંતુ કોઇ ફરક પડતો નથી. આજે અમે તમને એક વાત જણાવીશું કે નાભિમાં તેલ લગાવવાથી પણ આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે તો આવો જોઇએ નાભિમાં તેલ લગાવવાથી શુ ફાયદા થાય છે.

નાભિ પર તેલ લગાવવાના ફાયદા

– મોટાભાગના લોકોને ખીલ અને ડાઘની સમસ્યાથી હેરાન થતા હોય છે. કારણ કે, તે ચહેરાની ખૂબસૂરતી પર ગ્રહન લગાવાનું કામ કરે છે. પરંતુ હવે તમે સરળ રીતે ખીલ- ડાઘની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. જેના માટે દરરોજ ઉંઘતા પહેલા અને સવારે ઉઠયા પછી નાભિમાં લીમડાનું તેલ લગાવું જોઈએ. તેનાથી જલ્દીથી તમને ડાઘની સમસ્યાથી છૂટકારો મળશે.

– દરરોજ રાતે ઉંઘતા પહેલા તમારી નાભિમાં સરસવનું તેલ લગાવાથી ફાટેલા હોઠની સમસ્યા દૂર થઈ જશે અને હોઠ એકદમ ગુલાબી અને મુલાયમ બની જશે.

– શિયાળામાં ઠંડી હવાઓને લીધે લોકોને શુષ્ક ત્વચાની સમસ્યા સતાવતી હોય છે. મોઈશ્ચરાઈઝર્સનો ઉપયોગ કર્યા પછી થોડાંક જ સમયમાં સ્કિન ડ્રાઈ થઈ જાય છે. પરંતુ નાભિમાં નાળિયેરનું તેલ લગાવવાથી આ સમસ્યા થતી નથી. અને તમારી સ્કિન મુલાયમ બની જાય છે.

– દરરોજ રાતે ઉંઘતા પહેલા નાભિમાં લીંબૂનું તેલ લગાવવાથી ચહેરા પર સફેદ ડાઘાથી છૂટકારો મળે છે.

– જો તમે તમારી ત્વચાને ગોરી બનાવવા માંગતા હોય તો દરરોજ નાભિમાં બદામનું તેલ લગાવવું. થોડાક જ દિવસોમાં તમારો ચહેરો નીખરી જશે.

આ પણ જુઓ : અરવલ્લીમાં UGVCLના કર્મચારીઓએ કચેરી ખાતે જ કાળી પટ્ટી લગાવી વિરોધ કર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન