Highlight કરેલા વાળને ધોતા સમયે રાખો 'આ' સાવધાની - Sandesh
NIFTY 10,424.75 +42.05  |  SENSEX 33,940.05 +120.55  |  USD 64.8800 -0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • Highlight કરેલા વાળને ધોતા સમયે રાખો ‘આ’ સાવધાની

Highlight કરેલા વાળને ધોતા સમયે રાખો ‘આ’ સાવધાની

 | 4:29 pm IST

આજકાલ યંગસ્ટર્સને પોતાના માથાના વાળ જલદી સફેદ થવા લાગે છે.જેનું કારણ પ્રદૂષણવાળું વાતાવરણ ઉપરાંત શારીરિક વિટામિન્સની ઊણપ તેમજ જંક ફુ઼ડ અને બદલાતી લાઇફસ્ટાઇલને લઇને વાળ સફેદ થઇ જવાની સમસ્યા સામે આવે છે. તો આજના સમયમાં વાળને હાઇલાઇટ કરવાનો એક ટ્રેન્ડ બની ગયો છે. યુવતીઓમાં તેનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે.

જો તમે પણ તમારા વાળને હાઇલાઇટ કરાવી રહ્યા છો તો તેની કાળજી લેવી પણ જરૂરી છે. તમે ઇચ્છો છો કે વાળનો કલર અને તેની ચમક યથાવત રહે તે માટે શેમ્પુ કરતા સમયે ઘણી એવી વાતો છે જેની પર સાવધાની રાખવાની જરૂર છે. જેથી વાળનો કલર જલદીથી નીકળશે નહી. આવો જોઇએ હાઇલાઇટ વાળને કેવી રીતે ધોવા જોઇએ.

ધ્યાનમાં રાખવાની વાત
(1) વાળ હાઇલાઇટ કરેલા છે તો શોવર લેતા પહેલા વાળમાં કંડીશનર કે જોજોબા તેલ લગાવવું ખૂબ જરૂરી છે.

(2) હાઇલાઇટ કરલા વાળને ક્યારેય ગરમ પાણીથી ન ધોવા જોઇએ. કારણકે ગરમ પાણીથી કલર જલદી નીકળી જાય છે.

(3) હાઇલાઇટ વાળને હંમેશા SLS ફ્રી શેમ્પુથી ધોવા જોઇએ કારણકે વાળનો કલર સેફ રહે છે.

(4) જ્યારે પણ તમારા વાળ ધોઇ લો તે બાદ વાળ પર કન્ડીનર એપ્લાય કરવાનુ ભૂલશો નહી. કન્ડીશનર લગાવવાથી વાળમાં એક પરત બની જાય છે જે તડકાના કિરણોથી વાળને બચાવી રાખે છે.

(5) જેટલું બને એટલું વાળમાં તેલ લગાવવાથી દૂર રહો. કારણકે કલર કરેલા વાળમાં રોજ શેમ્પુનો ઉપયોગ કરવાથી નુક્શાન પહોંચી શકે છે.

(6) હાઇલાઇટ વાળમાં મોટા પ્રમાણમાં કેમિકલ્સ હોય છે એવામાં વાળ ખરવાં સામાન્ય વાત છે. જેથી વાળમાં કાંસકાનો વધારે ઉપયોગ ન કરવો જોઇએ.