સૌંદર્યની સામાન્ય ભૂલો - Sandesh

સૌંદર્યની સામાન્ય ભૂલો

 | 1:18 am IST

બ્યુટી । શહેનાઝ હુસેન

સૌંદર્ય દેખભાળમાં મહિલાઓથી અનેક પ્રકારની ગેરસમજ થાય છે. જેના કારણે તેઓ સૌંદર્ય સંબંધી અનેક ભૂલો કરી બેસે છે. સામાન્ય રીતે મહિલાઓની સૌંદર્ય સંબંધી અવધારણાઓને ક્યારેય મોટા ભાગના કિસ્સાઓમાં સ્પષ્ટ કરી શકતી નથી. એટલા માટે તેઓ વારંવાર સામાન્ય ભૂલોનું પુનરાવર્તન કરતી રહે છે, જેના કારણે તેઓને હાનિ પહોંચે છે. આ લેખમાં સૌંદર્ય સંબંધી કેટલીક સામાન્ય ભૂલો અને વાસ્તવિક્તાની સમજ આપવામાં આવી છે.

સઃ સાબુ તથા પાણીથી મોં ધોયું એ સારો અને સ્વચ્છ ઉપાય છે.

શ.હુસેન : નહીં, વાસ્તવમાં સાબુથી બનાવટી સૌંદર્ય મેલ તથા પ્રદૂષણ પૂરેપૂરી રીતે હઠાવી શકાતા નથી. એ સિવાય મોટા ભાગના સાબુ ક્ષારીય હોય છે, જે ત્વચાના સામાન્ય અમ્લીય ક્ષારીય સંતુલનને બગાડે છે તથા ત્વચાને શુષ્ક પણ બનાવી દે છે.

સ. ચિકાશયુક્ત તથા જટિલ ત્વચા માટે ચહેરાને સાબુ તથા પાણીથી વારંવાર ધોવો જોઈએ.

શ.હુસેન : ના, યોગ્ય નથી. ત્વચાને સાબુ અને પાણીથી દિવસમાં બે વારથી વધુ ન ધોવા જોઈએ. સાબુના સતત ઉપયોગથી ત્વચામાં ક્ષારીયયન વધી જાય છે. જેનાથી ત્વચા પર બેક્ટેરિયલ હુમલાની શક્યતા વધી જાય છે. તથા એનાથી ત્વચા પર કાળા ડાઘ-ધબ્બા પેદા થઈ જાય છે.

સ. સલૂન ફેસિયલ મસાજ બધાં જ પ્રકારની ત્વચા માટે ઉપયોગી સાબિત થાય છે.

શ.હુસેન : સલૂન ફેસિયલ મસાજમાં વિભિન્ન પ્રકારના ક્રીમોનો ઉપયોગ કરાય છે તથા તૈલીય ત્વચાની ક્રીમથી માલિશ ન થવી જોઈએ, કેમ કે એનાથી તૈલીય ગ્રંથિઓ ઉત્તેજીત થાય છે. જો તૈલીય ત્વચામાં ફેસિયલ કરવું હોય તો તેમાં માત્ર ક્લીઝિંગ, ટોનિંગ, માસ્ક તથા એક્સફોલિએશન નો જ ઉપયોગ કરવો જોઈએ.

સ. ત્વચા પર ક્રીમ લગાવીને આખી રાત ત્વચા પર લાગેલું જ રહેવા દેવું જોઈએ.

શ.હુસેન : ત્વચા એક હદ સુધી જ ક્રીમને શોષી શકે છે અને એની પછી એ ક્રીમનો ઉપયોગ નથી કરી શકતી. વાસ્તવમાં સૂતી વખતે ત્વચાના છિદ્રો ક્રીમથી સંપૂર્ણપણે મુક્ત થવા જોઈએ. તેમ છતાં પણ જો ત્વચા અતિશય શુષ્ક હોય તો વધારાના ક્રીમને ભીના કોટન પૂમડાથી હટાવીને હળવું પ્રવાહી મોઈૃરાઈઝર લગાવી શકાય છે.

સ. રાત્રે આંખોની આસપાસ આખી રાત ક્રીમ લગાવી રાખવાથી કરચલીઓને રોકવામાં મદદ મળે છે.

શ.હુસેન : આ ખોટી પરંપરા છે. વાસ્તવમાં આંખોની આસપાસની ત્વચા બાકીના ભાગ સિવાય ઘણી સંવેદનશીલ તથા પાતળી હોય છે. ક્રીમને આખી રાત આંખોની આસપાસ લગાવીને રહેવા દેવું ન જોઈએ. એક ખાસ પ્રકારના અંડર આઈ ક્રીમને આંખોની આસપાસ ત્વચા પર લગાવીને દસ મિનિટ પછી ધોઈ નાંખવું જોઈએ.

સ. સામાન્ય ત્વચાને નિયમિત દેખભાળની જરૂરિયાત નથી હોતી.

શ.હુસેન : આ સામાન્ય અવધારણા છે. ત્વચા પર જામેલા મેલ તથા પ્રદૂષણને હઠાવવા માટે બધાં જ પ્રકારની ત્વચાને નિયમિત દેખભાળની આવશ્યકતા હોય છે. જેથી તેની સુંદરતા અને સ્વાસ્થ્યને જાળવી રાખી શકાય.

સ. કાળા મસા અને ખીલ છિદ્રો પર જમા થતી ગંદકી જ છે.

શ.હુસેન : આ સાચું નથી. કાળા મસા અને ખીલ ત્વચાના પ્રાકૃતિક તેલ સીબમ ના કઠોર થવાને કારણે થાય છે. કેમ કે ત્વચાના છિદ્રો ખુલ્લાં હોય છે તથા એની સપાટી હવાની માફક પારદર્શક હોય છે, જેનાથી એનું ઓક્સીકરણ થઈ જાય છે તથા એનો રંગ કાળો પડી જાય છે. જેથી એને કાળા મસા કહે છે.

સ. કિશોર બાળકોએ ખીલની ક્યારેય પરવા કરવી ન જોઈએ, કેમ કે એ જાતે જ મટી જઈ શકે છે.

શ.હુસેન : આ એકદમ ખોટી સલાહ છે. વાસ્તવમાં કિશોર બાળકોને ખીલથી બચાવ અને ઉપચારની વધુ જરૂરિયાત હોય છે. કેમકે એ શરીરના બીજા ભાગોમાં ફેલાઈને વ્યાપક ક્ષતિ પહોંચાડી શકે છે. ખીલને રોજના ઊચિત ઉપચારથી રોકી અને સામાન્ય કરી શકાય છે.

સ. ચહેરા પર નિશાન અને ધબ્બાં ગર્ભાવસ્થા પછી જ ઊભરે છે.

શ.હુસેન : આ કદાપિ સત્ય નથી. ચહેરા પર ડાઘ ધબ્બાના નિશાન ગર્ભાવસ્થાની પહેલાં પણ ઊભરી જઈ શકે છે. કેમ કે એ ત્વચામાં લચીલાપણાની કમીથી પેદા થાય છે. જે સામાન્ય વજન વધવાની પછી વજન ઘટાડવાની પ્રક્રિયામાં દરમિયાન ઊભરે છે.

સ. શિયાળામાં સનસ્ક્રીન લગાવવાની જરીકેય આવશ્યકતા હોતી નથી.

શ.હુસેન : સનસ્ક્રીનને શિયાળામાં પણ લગાવવું જોઈએ. ખાસ કરીને જ્યારે શિયાળામાં ઘણાં સમય સુધી સૂર્યના કિરણોનો સામનો કરવો પડે છે. સનસ્ક્રીન ત્વચાને હાનિકારક યૂ.વી.કિરણોથી બચાવવામાં મદદ કરતા સાબિત થાય છે.

સ. જો વાળ સતત ખરતાં રહેતાં હોય તથા માથામાં તેલની માલિશ કરવાથી વાળની વૃદ્ધિ થાય છે.

શ.હુસેન : આ સત્ય નથી. જો વાળ ખરી રહ્યાં હોય તો વાળના મૂળિયા કમજોર છે તથા વાળની માલિશ કરવાથી વાળનું ખરવું વધી જઈ શકે છે. માલિશ કરતી વખતે વાળને ઘસો નહીં. વાસ્તવમાં ખોપરીની ત્વચાને આંગળીઓથી ગોળાકાર ઘુમાવતાં ઘુમાવતાં માલિશ કરો.