દૂધ સહિત આ વસ્તુની મદદથી ઘરે જ વાળને કરો સ્ટ્રેટ - Sandesh
NIFTY 11,398.90 -36.20  |  SENSEX 37,718.32 +-133.68  |  USD 70.1300 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • દૂધ સહિત આ વસ્તુની મદદથી ઘરે જ વાળને કરો સ્ટ્રેટ

દૂધ સહિત આ વસ્તુની મદદથી ઘરે જ વાળને કરો સ્ટ્રેટ

 | 3:24 pm IST

સ્ટ્રેટ હેરની ફેશન હંમેશા ટ્રેન્ડમાં રહે છે અને લોકો તેન ખૂબ પસંદ કરે છે. આજકાલ, લોકો તેમના વાળને સીધા કરવા માટે મોંઘામાં મોંઘી ટ્રીટમેન્ટ કરાવે છે. તે સિવાય બજારમાં કેટલીક એવી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે જે તમારા વાળના ટેક્સચરે કેટલી હદ સુધી બદલી શકે છે.

જે લોકોના વાળ કુદરતી રીતે સ્ટ્રેટ હોય છે તે લોકોને કોઇ સમસ્યા થતી નથી. પરંતુ જે લોકોના વાળ વાંકડિયા હોય છે તે લોકો વાળને સ્ટ્રેટ કરાવવા માટે કેટલીક કેમિકલ ટ્રીટમેન્ટ કરાવે છે. પરંતુ લાંબા સમય સુધી તેની અસર જોવા મળતી નથી. આ પ્રોડક્ટમાં કેટલાક કેમિકલ્સ રહેલા છે. જે તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. જો કે અમે કેટલીક કુદરતી ઉપાય લઇને આવ્યા છીએ. જેનાથી તમે સહેલાઇથી તમારા વાળને સ્ટ્રેટ કરી શકો છો અને તમારા વાળને કોઇપણ પ્રકારનું નુક્સાન નહીં થાય..

દૂધ
દૂધથી વાળ ચીકણા અને મુલાયમ થાય છે. કારણકે તેમા પ્રોટીન હોય છે. જે સ્વાભાવિક રીતે વાંકડિયા વાળને સીધા કરવામાં મદદ કરશે. એક કપ દૂધ અને પાણી મિક્સ કરો. તમે તેને એક સ્પ્રે બોટલમાં સ્ટોર કરી શકો છો. તેને લગાવતા પહેલા વાળને સરખા કરી ઓળી લો. હવે બોટલમાં સ્પ્રે બોટલમાં દૂધ-પાણીના મિશ્રણને સ્પ્રે કરો અને ફરીથી વાળ ઓળી લો. તેને 20 મિનિટ લગાવી દીધા પછી વાળને શેમ્પુ અને કન્ડિશનરથી ધોઇ લો.

જૈતુનનું તેલ
જૈતુનનું તેલ વાળને મોઇશ્ચરાઇઝ રાખવામાં મદદ કરે છે. જ્યારે ઇંડા તમારા વાળને મજબૂત અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. સૌ પ્રથમ બે ઇંડાને ફેટી લો અને તેમાં જૈતુનના તેલ મિક્સ કરી લો. હવે વાળ પર તેને લગવીને 30-45 મિનિટ રાખી મૂકો. અને ત્યાર પછી શેમ્પુથી વાળને સાદા પાણીથી ધોઇ લો,,

ગરમ તેલની માલિશ
તમે તમારા વાળમાં ગરમ તેલથી માલિશ કરી શકો છો. આખા વાળમાં તેલ લગાવીને તેને બરાબર ઓળી લો. જેના કારણે વાળ ઓછા તુટે છે. વાળ ઓળી લીધા પછી 30-40 મિનિટ બાદ તમારા વાળને ગરમ ટુવાલથી ઢાંકી દો. ત્યાર પછી તેને શેમ્પુની મદદથી વાળ ધોઇ લો.

વિનેગર
વિનેગર વાળને મુલાયમ બનાવવાની સાથે જ વાળને ચમકીલા બનાવે છે. વાળમાં શેમ્પુ કર્યા પછી કન્ડિશનર કરો. કન્ડિશનર કર્યા પછી તમે ઠંડા પાણીમાં વિનેગરના ટીંપા ઉમેરી લો અને તેનાથી તમે વાળ ધોઇ લો,