તકિયાથી પણ થાય છે તમારા ચહેરા અને વાળને નુક્શાન, જાણો - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4750 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • તકિયાથી પણ થાય છે તમારા ચહેરા અને વાળને નુક્શાન, જાણો

તકિયાથી પણ થાય છે તમારા ચહેરા અને વાળને નુક્શાન, જાણો

 | 2:21 pm IST

ખાસ કરીને લોકોને લાગે છે કે ચહેરા અને વાળની સુંદરતા સૂરજના કિરણો, ધૂળ, પ્રદુષણ, ગંદકી અને કેમિકલ્સથી ખરાબ થાય છે. પરંતુ એવું નથી. તકિયાથી પણ તમારી સુંદરતામાં ડાઘ લાગે છે. આજે અમે તમને જણાવીશું કે તકિયા કેવી રીતે તમારી પર્સનાલીટીને ખરાબ કરી શકે છે અને તમને શુ નુક્શાન થાય છે.

ખીલ
તકિયા પર તેલ, ધૂળ, વાળ અને બીજા કેટલાક અન્ય પદાર્થ ચોંટેલા હોય છે. જ્યારએ આપણે ચહેરાને તકિયા પર રાખીએ છીએ તો તેની પર રહેલી દરેક ગંદકી પોર્સમાં જતી રહે છે. જેનાથી ચહેરા પર દાણા નીકળે છે. આ દાણાનો ઇલાજ યોગ્ય સમયે ન કરવામાં આવે તો ખીલ થવા લાગે છે.

કરચલીઓ
રાત્રે સૂતા સમયે તકિયા પર માથુ રાખીને સૂઇ જઇએ છીએ તો ચહેરાનો સ્પર્શ તકિયા પર થાય છે. જેનાથી ચહેરા પર કરચલી પડે છે. એક સાથે જ પિલો-કવર ધોયા બાદ તેમા સાબુના કણ રહી જાય તો તેનાથી પણ ત્વચાને નુક્શાન થાય છે.

વાળ શુષ્ક થવા અને ખરવા
રાત્રે સૂતા સમયે જ્યારે પડખુ ફેરવો છો તો તમારા વાળમાંથી મોઇશ્ચરાઇઝર ઉડી જાય છે. તેનાથી વાળ શુષ્ક રહે છે. તકિયાના કારણે ઉંઘમાં વાળ વચ્ચેથી જ તૂટી જાય છે. એવામા તમારા વાળ ખરી રહ્યા છે તો તેના માટે તકિયું જવાબદાર છે.

આ રીતે કરો તકિયાનો ઉપયોગ
કેટલીક વખત એક જ તકિયાનો ઉપયોગ કરે છે અને તેને બદલતા નથી. તે ખોટું છે. તકિયાને દર 6 મહિને બદલતા રહેવું જોઇએ. તકિયુ જેટલું મુલાયમ હશે એટલું જ સારું હશે. રાત્રે સૂતા સમયે વાળની ચોટલો કે બન બનાવીને જ સૂવું જોઇએ. તેની સાથે જ તકિયાના કવરને નિયમિત રીતે સાફ કરતા રહેવું જોઇએ.