Beauty Dandruff or hair fall and white hair problem than use amla
  • Home
  • Fashion & Beauty
  • ઓછી ઉંમરમાં તમારા વાળ પણ સફેદ થઇ ગયા છે તો આંબળા બેસ્ટ ઉપાય

ઓછી ઉંમરમાં તમારા વાળ પણ સફેદ થઇ ગયા છે તો આંબળા બેસ્ટ ઉપાય

 | 1:38 pm IST

વાળ માટે આંબળા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી વાળને દરેક પ્રકારની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. ખરતા વાળથી લઇને ખોડાને આંબળા દૂર કરે છે. જો તમારા વાળ પણ કમજોર, પાતળા અને બરછટ હોવાની સાથે ડ્રાય થઇ ગયા છે તો અમે તમારા માટે કેટલાક ઉપાય લઇને આવ્યા છીએ.

– આંબળામાં ફાઇટો-ન્યુટ્રિએન્ટ્સ, વિટામીન અને ખનિજ પદાર્થ થાય છે સ્કેલ્પ પર લોહીના પ્રવાહને વધારવામાં મદદ કરે છે. તેનાથી વાળ સ્વસ્થ, લાંબા અને ભરાવદાર બને છે. આંબળામાં રહેલા વિટામીન સી કોલેજન પ્રોટીનનું ઉત્પાદન કરે છે. જેનાથી વાળ વધે છે પણ છે અને ભરાવદાર થાય છે. જે કોલેજન વાળની મૃત કોશિકાઓને હટાવવા અને નવી કોશિકાઓનું નિર્માણ કરવામાં મદદ કરે છે.

– જો તમારા વાળ વધારે પ્રમાણમાં ખરે છે તો બે ચમચી આંબળા પાવડર લો અને તેમા જરૂરિયાત અનુસાર ગરમ પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો હવે તેમા એક ચમચી મધ અને બે ચમચી દહીં ઉમેરી લો. આ દરેક વસ્તુઓને મિક્સ કરીને વાળના મૂળમાં 30 મિનિટ સુધી લગાવી રાખો અને નવશેકા પાણીથી વાળને ધોઇ લો. અઠવાડિયામાં એક વખત આ નુસખાનો ઉપયોગ જરૂર કરો.

– આજકાલ ઓછી ઉંમરમાં લોકોના વાળ સફેદ થવા લાગે છે. એક આંબળાના કેટલાક ટૂકડા અને તેનો રસ લો. તેમા થોડૂંક પાણી ઉમેરીલ લો અને 30 મિનિટ સુધી તેને ઉકાળી લો. તે બાદ પાણીને પાણીને ઠંડુ થવા દો અને પાણીને ગાળી લો આ પાણીથી વાળને ધોઇ લો. જ્યાં સુધી તમારા વાળ કાળા ન થઇ જાય ત્યાં સુધી પાણીનો ઉપયોગ કરતા રહો.

આ પણ જુઓ : પંચમહાલમાં લોકડાઉનનો ચુસ્તપણે પાલન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન