સતત વધી રહેલા ખોડાને 1 અઠવાડિયામાં આ નુસખાથી દૂર કરો - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • સતત વધી રહેલા ખોડાને 1 અઠવાડિયામાં આ નુસખાથી દૂર કરો

સતત વધી રહેલા ખોડાને 1 અઠવાડિયામાં આ નુસખાથી દૂર કરો

 | 1:21 pm IST

ખોડાની સમસ્યા એક સામાન્ય સમસ્યા અને દુખદાઇ છે જે દરેક લોકોને રહે છે. શિયાળામાં આ સમસ્યા ઘણાં લોકોને રહે છે. ખોડાના કારણે સ્કેલ્પ ડ્રાઇ, સેબોર્રિક ડર્મેટાઇટિસસ સોરાયસિસ, એક્જિમા, ફંગસ જેવી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખોડાથી છૂટકારો મેળવવા માટે કેટલાક લોકો તેલ, શેમ્પુ કે અન્ય ટ્રીટમેન્ટનો સહારો લે છે. જેનું કોઇ યોગ્ય પરિણામ મળતું નથી. તો તમે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓના ઉપયોગથી ખોડાની સમસ્યાથી રાહત મેળવી શકો છો. આવો જોઇએ કેવીરીતે ખોડાને દૂર કરી શકાય.

નારિયેળ તેલ
થોડૂક નારિયેળ તેલ ગરમ કરીને સ્કેલ્પ પર મસાજ કરો. એક કલાક સુધી તેને સતત વાળમાં લગાવી રાખો. અને તે બાદ વાળને બરાબર ધોઇ લો. આ નુસખાને અઠવાડિયામાં 3 વખત કરવાથી ખોડાની સમસ્યાથી કાયમ માટે છૂટકારો મળી શકે છે.

એપ્પલ સાઇડર વિનેગર
સ્પ્રે બોટલમાં યોગ્ય પ્રમાણમાં એપ્પલ સાઇડર વિનેગર અને પાણી મિક્સ કરો. તે બાદ વાળના સ્કેલપ પર સ્પ્રે કરો.હવે ટુવાલથી તમારા માથાને 15 મિનિટ સુધી ઢાંકીને રાખો. બાદમાં માઇલ્ડ શેમ્પુ અને પાણીથી વાળ ધોઇ લો. આ નુસખો અઠવાડિયમાં 2 વખત ટ્રાય કરો.

કાચુ મધ
એક મોટી ચમચી મધમાં 2/3 કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. વાળ અને સ્કેલપ પર આંગળીની મદદથી આ મિશ્રણ લગાવો. તે બાદ વાળને ધોઇ લો, આ પ્રક્રિયા અઠવાડિયામાં 2-3 વખત કરવાથી ખોડા દૂર થશે અને સાથે જ વાળમાં ચમક આવશે.

લસણ
લસણની કેટલીક કળીઓને ક્રશ કરી તેમા એક મોટી ચમચી મધ ઉમેરો. તે બાદ આ મિશ્રણથી સ્કેલ્પ પર મસાજ કરો અને 15 મિનિટ બાદ ધોઇ લો. આ નુસખો અઠવાડિયામાં બે વખત કરવાથી રાહત મળી શકે છે.

એલોવેરા
એલાવોરાના જેલને નીકાળીને તમારી આંગળીની મદદથી સ્કેલ્પ પર મસાજ કરો. એક કલાક બાદ વાળને ધોઇ લો. તે બાદ તમારા વાળને ફરીથી માઇલ્ડ શેમ્પુ અને પાણીની મદદથી ધોઇ લો.