આ ભૂલોથી અંડરઆર્મ્સની ત્વચા પડે છે શ્યામ, અજમાવો ઘરેલું ઉપાય - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • આ ભૂલોથી અંડરઆર્મ્સની ત્વચા પડે છે શ્યામ, અજમાવો ઘરેલું ઉપાય

આ ભૂલોથી અંડરઆર્મ્સની ત્વચા પડે છે શ્યામ, અજમાવો ઘરેલું ઉપાય

 | 12:56 pm IST

ગરમી શરૂ થતા જ યુવતીઓ સ્લીવલેસ કપડા પહેરવાનું શરૂ કરી દે છે. કેટલીક યુવતીઓ અંડરઆર્મ્સ કુદરતી જ ફેર હોય છે. પરંતુ કેટલીક યુવતીઓ અંડરઆર્મ્સની શ્યામ ત્વચાના કારણે સ્લીવલેસ પહેરવામાં શરમ અનુભવે છે. જો તમે પણ શ્યામ પડી ગયેલ અંડરઆર્મ્સના કારણથી કપડા પહેરી શકતા નથી. તો તેના કાળાશના કારણે અલગ અલગ ટ્રીટમેન્ટ કરાવે છે. તો કેટલીક વખત આપણે એવી ભૂલો કરીએ છીએ જે અંડરઆર્મ્સને શ્યામ બનાવી દે છે. આજે અમે તમમે કેટલાક એવા કારણો જણાવીશુ જેના કારણે અંડરઆર્મ્સની કાળાશ આવી જાય છે.

• ક્યારેક કેટલાક એવા ફીટ કપડા પહેરવાના કારણે ઇન્ફેક્શન થઇ જાય છે. જેથી ત્યાની ત્વચા શ્યામ પડી જાય છે. તે સિવાય હોર્મોનલ તથા ગર્ભનિરોધક ગોળીના કારણે પણ આ સમસ્યાઓ થઇ શકે છે.

• અંડરઆર્સની નીચે વાળ આવવા સમાન્ય છે. પરંતુ તેની થોડાક દિવસના અંતેરે સફાઇ કરવી પણ જરૂરી છે. અંડરઆર્મ્સની જગ્યાને સાફ ન કરવાથી દુર્ગંધ આવવા લાગે છે. સાથે જ ત્યાની ત્વચાના પણ શ્યામ પડી જાય છે.

• બડારમાં કેટલાક એવા કેમિકલ્સ વાળી પ્રોડક્ટ્સ મળે છે. જે અંડરઆર્મ્સ હેરને સાફ કરવાના દાવા કરે છે. પરંતુ આ પ્રોડક્ટ્સના કારણે તે જગ્યા શ્યામ પણ કરી દે છે. તેનો વધારે ઉપયોગ કરવાથી પિગમેન્ટેશન જેવી સમસ્યા પણ થઇ શકે છે. જેથી અંડરઆર્મ્સની દુર્ગધ અને વાળ દૂર કરવા કુદરતી ઉપાય અપનાવો.

અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા ઘરેલુ ઉપચાર

– બટેટા, લીંબુ અને કાકડીને લઇને તેનો રસ નીકાળી લો. તે બાદ આ રસને અંડરઆર્મ્સ પર લગાવી 15 મિનિટ લગાવી રાખો. 15 મિનિટ બાદ તેને બરાબર ધોઇ લો. થોડાક દિવસ સતત આમ કરવાથી અંડરઆર્મ્સની કાળાશ દૂર થઇ શકે છે.
– બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને અંડરઆર્મ્સની મસાજ કરો. તેનાથી ડાર્ક થયેલી ત્વચા ગોરી થશે અને તમે ઇચ્છો તો તેમા ગુલાબજળનો પણ ઉપયોગ કરી શકો છો.
– દહીંમાં દૂધ મિક્સ કરીને અંડરઆર્મ્સ પર લગાવો. જેનાથી ખૂબ ફાયદો થઇ શકે છે. તે સિવાય તમે તેમા લોટ પણ મિક્સ કરીને લગાવી શકો છો.
– રોજ સ્નાન કરતા પહેલા લીંબુને અંડરઆર્મ્સ પર રગડો. લીંબુ એક કુદરતી બ્લીચ છે. જે ધીમે ધીમે અંડરઆર્મ્સની કાળાશ દૂર કરી ત્વચાને ગોરી બનાવે છે.