Beauty Deepika will always be happy with this exercise, watch video
  • Home
  • Fashion & Beauty
  • દીપિકાની ચડતી જવાનીનું ખાસ કારણ આવ્યું બહાર, વીડિયો જુઓ અને તમે પણ રહો હોટ!!

દીપિકાની ચડતી જવાનીનું ખાસ કારણ આવ્યું બહાર, વીડિયો જુઓ અને તમે પણ રહો હોટ!!

 | 9:52 am IST

જેટલું આપણે દીપિકા પાદુકોણને સિલ્વર સ્ક્રીન પર જોવાનું પસંદ કરીએ છીએ એટલું જ જીમમાં તેનું વર્કઆઉટ જોવાનું પણ પસંદ કરશો. આ વાતમાં કોઇ ખેદ નથી કે દીપિકા બોલીવુડની ફિટ અભિનેત્રીમાંથી એક છે. આજે દીપિકા પાદુકોણની ટ્રેનરે ઇન્સ્ટાગ્રામ પર દીપિકાનો એક અદ્ધૂત પિલેટ્સ એક્સરસાઇઝ કરતો વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં દીપિકા પાદુકોણે બ્લેક કલરના કપડા પહેરેલા છે. કરોડરજ્જુના હાડકાની કસરત કરતી જોવા મળે છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે શુ તમને નથી લાગતુ દીપિકા હંમેશા જવાન રહેશે.

દીપિકા થોડાક દિવસ પહેલા જ ડાયરેક્ટર કબીર ખાનની 83ની શુટિંગ બાદ પરત ફરી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ રણવીર સિંહની પત્નીની ભૂમિકામાં નજરે પડશે. દીપિકા ફિલ્મમાં કપિલ દેવની પત્ની રોમી દેવની ભૂમિકામાં હશે. જેથી અભિનેત્રીએ ફિલ્મની શુટિંગ શરૂ કરતા પહેલા રોમીદેવથી મુલાકાત કરી હતી, અને એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તેમનાથી મળીને તે ઇંસ્પાયર ફીલ કરે છે. તેમની એનર્જી બેસ્ટ છે. તે બુદ્ધિમાન અને જ્ઞાનવાન છે.

 

થોડાક દિવસ પહેલા દીપિકા પાદુકોણ લાલબાગચા રાજા ગણપતિ પંડાલના દર્શન માટે ગઇ હતી. કારથી બહાર નીકળતા જ દીપિકાના ફેન્સે તેને ચારેય તરફથી ઘેરી લીધી હતી. તસવીરોમાં દીપિરાએ આછા ગોલ્ડન કલરની સાડી અને કાનમાં ઝૂમકા પહેર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન