Do not beauty parlor, do straighten hair at home
  • Home
  • Fashion & Beauty
  • બ્યુટી પાર્લરમાં નહીં, ઘરે બેઠા વાંકડીયા વાળને કરો સ્ટ્રેટ

બ્યુટી પાર્લરમાં નહીં, ઘરે બેઠા વાંકડીયા વાળને કરો સ્ટ્રેટ

 | 11:43 am IST

આજકાલ વાળને સ્ટ્રેટ કરવાની ફેશન ચાલી રહી છે. યુવતીઓ તેમના વાંકડિયા વાળને બ્યુટી પાર્લરમાં જઇને સીધા કરાવે છે. પરંતુ દર વખતે સલૂનમાં જઇને વાળને સ્ટ્રેટ કરવવા મોંઘા પડે છે. તેની સાથે જ સ્ટ્રેટનિંગ મશીન કે કેમિકલના ઉપયોગથી વાળને ખૂબ જ નુકસાન થાય છે. એવામાં વાળને હેલ્ધી રાખવા માટે તમે કેટલીક ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે ઘરે જ વાળને સ્ટ્રેટ કરી શકાય.

એલોવેરા અને ઓઇલ પેક
વાળને સ્ટ્રેટ કરવા માટે એલોવેરા અને ઓઇલ પેકનો ઉપયોગ કરવો જોઇએ. અડધા કપ એલોવેરામાં 2 ચમચી તેલ મિક્સ કરીને ઓછામાં ઓછા એક કલાક સુધી વાળમાં લગાવી રાખો. તેને લગાવ્યા પછી થોડાક દિવસમાં જ વાંકડિયા વાળની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

મેથી અને નારિયેળ તેલ
મેથી તેમજ નારિયેળ તેલનો માસ્ક સ્ટ્રેટ વાળ માટે ખૂબ ફાયદાકારક હોય છે. પેક બનાવવા માટે બે મોટી ચમચી મેથી પાઉડરમાં એક મોટી ચમચી નારિયેળ તેલ મિક્સ કરીને વાળમાં લગાવી રાખો. આ માસ્કને લગાવવાથી વાળને બાઉન્સ મળશે અને વાળ લાંબા સમય સુધી સ્વસ્થ રહેશે.

દૂધ અને ઇંડાનો પેક
એક કપ દૂધમાં એક ઇંડુ મિક્સ કરીને હેર પેસ્ટ બનાવો. આ પેસ્ટને ઓછામાં ઓછી એક કલાક સુધી વાળમાં લગાવી રાખો. તેને માઇલ્ડ શેમ્પુથી વાળ ધોઇ લો. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ આ પેક વાળમાં લગાવો. થોડાક દિવસમાં તમારા વાંકડિયા વાળ સ્ટ્રેટ થઇ જશે.