Beauty Do not make this mistake, the acne on the face will increase
  • Home
  • Fashion & Beauty
  • ભૂલથી પણ ન કરો આ ભૂલ, ચહેરા પરના ખીલ વધી જશે

ભૂલથી પણ ન કરો આ ભૂલ, ચહેરા પરના ખીલ વધી જશે

 | 5:18 pm IST

આજની વ્યસ્ત લાઇઉસ્ટાઇલમાં ત્વચા પર વધારે અસર જોવા મળે છે. જોકે ચહેરા પર ખીલ થવા એ હોર્મોન્સના બદલાવના કારણથી પણ થાય છે. પરંતુ જે યુવતીઓને વારંવાર ખીલ થઇ જાય છે પંરતુ કેટલીક એવી ભૂલોના કારણે ખીલ થઇ જાય છે. આવો જોઇએ એવી કઇ ભૂલો છે જેના કારણે તમારી ત્વચા પર ખીલ થઇને ડાઘ પડી જાય છે.

ખીલ દબાવવા
ખીલ તમારા ચહેરાની સુંદરતાને ખરાબ કરી દે છે. તમારા ચહેરા પર ખીલ થયો હોય અને તેને વારંવાર અડવાથી તેમજ દબાવવાથી આ સમસ્યા થઇ શકે છે. તેને ફોડવાથી તે વધારે ફેલાય છે અને આખા ચહેરા પર ડાઘ થઇ જાય છે. આમ કરવાથી ચહેરા પર ખીલના નિશાન પણ રહી જાય છે.

વધારે પ્રમાણમાં સ્ક્બ કરવાથી
યુવતીઓ ત્વચાને ક્લીન કરવા માટે સ્ક્રબ કરાવે છે. પરંતુ તે લોકોને આ વાત ખબર નથી કે વધારે સ્ક્રબ કરવાથી આ સમસ્યા વધી શકે છે. વધારે પ્રમાણમાં સ્ક્રબ કરવાથી ચહેરા પર લાલ નિશાન પડી જાય છે. જેથી સ્ક્રબ કરતા સમયે ખાસ ધ્યાન રાખવું જોઇએ અને તેને વધારે રગડવું નહીં.

ખરાબ પ્રોડક્ટ્સનો ઉપયોગ
એવી કેટલીક પ્રોડક્ટ હોય છે જે આપણી સ્કિન માટે ફાયદાકારક હોય છે. પરંતુ તેને ક્યારે અને કેવી રીતે કરવો જોઇએ તે ખબર હોવી જોઇએ, ખોટા સમય પર યોગ્ય પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી પણ નુક્સાન થઇ શકે છે. જેમ કે, તમારા ચહેરા પર ખીલ થયા હોય અને તમે ભૂલથી સ્ક્રબ કરો છો તો તેની ખરાબ અસર થઇ શકે છે.

વધારે પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી
બજારમાં ખીલથી છૂટકારો મેળવવા માટે અલગ-અલગ પ્રકારની પ્રોડક્ટ્સ મળે છે. પરંતુ આ કોસ્મેટિક પ્રોડક્ટનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી પણ ખીલ વધી જાય છે. જેના માટે તમે કેટલાક ઘરેલું ઉપાય પણ અજમાવી શકો છો. તે સિવાય બજારમાંથી મળતી આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવી જોઇએ તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

ખાણી-પીણી પર ધ્યાન ન આપવું
તમારી ત્વચાની સુંદરતા અને ચમક તમારી ખાણી-પીણી પર નિર્ભર કરે છે. જો તમે સારું ખાવાનું ખાવ છો તો સ્કિનમાં ચમક આવે છે. જ્યારે તમે ઓઇલી ખાવાનું વધારે પ્રમાણમાં ખાવ છો તો તેની અસર ત્વચા પર ખીલની સમસ્યા થાય છે. જે યુવતીઓને ચહેરા પર ખીલ થાય છે તે લોકોએ ખાસ કરીને ખાણી-પીણી પર ખૂબ ધ્યાન આપવું જોઇએ.