Beauty Do not soap to bath Use of these items,
  • Home
  • Fashion & Beauty
  • સ્નાન કરવા માટે સાબુ નહીં કરો આ વસ્તુઓનો ઉપયોગ, થઇ જશે ત્વચા ધોળી દૂધ જેવી

સ્નાન કરવા માટે સાબુ નહીં કરો આ વસ્તુઓનો ઉપયોગ, થઇ જશે ત્વચા ધોળી દૂધ જેવી

 | 3:03 pm IST

શિયાળાની ઋતુમાં ખાસ કરીને લોકો ગરમ પાણીથી સ્નાન કરવાનું પસંદ કરે છે. પરંતુ તમે આ વાતથી અજાણ છો કે તેનાથી તમારી ત્વચા પર ખરાબ અસર પડી શકે છે. તમારી સ્કિન ડ્રાય અને ખેંચાવા લાગે છે. સાથે જ સ્કિનનો કલર પણ ડલ થવા લાગે છે. પરંતુ તમારે સ્નાન કરવામાં બદલાવ કરવાની જરૂરત છે. આવો જોઇએ કેટલીક એવી ટિપ્સ જેને તેમ ફોલો કરી શિયાળામાં થતી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.

સાબુ નહિ શાવર જેલનો કરો ઉપયોગ

સાબુની તુલનામાં બોડી વોશ માઇલ્ડ અને સોફ્ટ હોય છે. બજારમાં ઘણા શાવર જેલ તો એવા પણ છે જેમા મોઇશ્ચરાઇજિંહ એજન્ટ્સ હોય છે જે તમારી ત્વચાને સ્વસ્થ અને મુલાયમ બનાવવાનું કામ કરે છે. શિયાળામાં સાબુનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા ડ્રાય થઇ જાય છે.

ચણાનો લોટ અને દૂધ

અઠવાડિયામાં બે વખચ તમારા શરીરને સાફ કરવા માટે સાબુની જગ્યાએ ચણાનો લોટ અને દૂધનો ઉપયોગ કરી શકો છો. તેને બનાવવા માટે તમે ચણાના લોટમાં થોડૂક દૂધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો અને તેને 15-20 મિનિટ સુધી લગાવી રાખો. જેથી તમારી ડ્રાય સ્કિનની સમસ્યા દૂર થવાની સાથે ત્વચામાં પણ ચમક આવી જશે.

સ્નાન કરતા પહેલા તેલ માલિશ

ડ્રાયનેસથી બચવા માટે તમે તેલ માલિશનો પણ સહારો લઇ શકો છો. તેના માટે તમારે સ્નાન કરવાના અડધો કલાક પહેલા નારિયેળ, બદામ કે જૈતુનના તેલથી આખા શરીરની માલિશ કરવી જોઇએ. એવામા તમે સ્નાન કરશો તો સ્કિન ડ્રાય નહી થાય અને તમારી સ્કિનને મોઇશ્ચરાઇજ કરવા માટે ક્રીમ લગાવવાની પણ જરૂરત પડશે નહીં.