Beauty Do not wash hair everyday, then use dry shampoo, use these things
  • Home
  • Fashion & Beauty
  • રોજ નથી ધોવા વાળ તો ઉપયોગ કરો આ ડ્રાય શેમ્પુ, થશે અઢળક ફાયદા

રોજ નથી ધોવા વાળ તો ઉપયોગ કરો આ ડ્રાય શેમ્પુ, થશે અઢળક ફાયદા

 | 11:31 am IST

રોજ વાળ ધોવાના કારણથી તમારી સ્કેલ્પ ડ્રાય થઇ જાય છે અને ખંજવાળ આવવા લાગે છે. જેથી તમારા વાળને નુકસાન પણ થાય ચે. તેની સાથે જ તમારા વાળથી પોષક તત્વો અને એસેંશિયલ ઓઇલ ઓછું થઇ જાય છે. જો તમે રોજ વાળ ધોવા નથી માંગતા અને પોષક તત્વ ઓછા ન થાય તો તેના માટે ડ્રાય શેમ્પુ સૌથી બેસ્ટ ઉપાય છે. તમારી પાસે ડ્રાય શેમ્પુ નથી અને તમે વાળ ધોવા નથી માંગતા તો તેના ઘણા વિકલ્પ છે. તો આવો જોઇએ ડ્રાય શેમ્પુથી કયા ફાયદા થઇ શકે છે.

બેકિંગ સોડા

બેકિંગ સોડા તમારા સ્કેલ્પ પર પીએચને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેની સાથે જ આ ઇન્ફેક્શનની સંભાવનાને પણ ઓછી કરે છે. તેનો ઉપયોગ કરવા માટે વાળ અને સ્કેલ્પ પર બેકિંગ સોડાથી મસાજ કરો.

બેબી પાવડર

વાળને ફ્રેશ બનાવવા માટે બેબી પાવડર સૌથી બેસ્ટ ઉપાય છે. તેનો ઉપયોગ કરવા માટે થોડોક બેબી પાવડર હાથમાં લઇને સ્કેલ્પ પર લગાવી લો. લગાવ્યા બાદ મસાજ જરૂર કરો. તેનાથી વાળથી તેલ દૂર થઇ જાય છે. સાથે જ વાળમાં સફેદ પાવડર પણ રહેતો નથી.

આરાનો લોટ

આરાલોટમાં પ્રાકૃતિક રીતથી અવશોષિત કરવાના ગુણ હોય છે. તેનો ઉપયોગ કરવા માટે સ્કેલ્પ અને વાળમાં તેનો મસાજ કરો. જે તરત તમારા વાળમાંથી તેલને અવશોષિત કરી લે છે વાળ બાઉન્સી લાગે છે.

પરફ્યૂમ

વાળના ફ્રેશ લુક માટે તમે પરફ્યૂમનો પણ ઉપયોગ કરી શકો છો. જેના માટે માત્ર વાળ પર પરફ્યૂમ સ્પ્રે કરો. તેનાથી વાળમાં રહેલું તેલ દૂર થઇ જાય છે. પરફ્યૂમમાં આલ્કોહોલ હોય છે જે તેલ દૂર કરવામાં મદદ કરે છે.

 

આ પણ જુઓ:  PM મોદીએ ઉર્જા કંપનીના CEO સાથે કરી મુલાકાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન