Beauty Do this remedy if your hands are dry due to frequent hand washing covid19
  • Home
  • Fashion & Beauty
  • કોરાનાના કારણે વારંવાર હાથ ધોવાથી થઇ ગયા છે ડ્રાય તો આ 2 વસ્તુઓ ખાસ

કોરાનાના કારણે વારંવાર હાથ ધોવાથી થઇ ગયા છે ડ્રાય તો આ 2 વસ્તુઓ ખાસ

 | 3:17 pm IST

આજકાલ આપણે દરેક લોકો આ વાતથી વાકેફ થીએ કે હાલ દુનિયાભરમાં કોરોના વાયરસથી બચવા માટે વારંવાર હાથ ધોવાની સલાહ આપવામાં આવી રહી છે. તો આપણે લોકો આ વાત પણ જાણીએ છીએ કે વધારે વખત હાથ ધોવાથી હાથ ડ્રાય થઇ શકે છે પરંતુ કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે હાથ ધોવા ખૂબ જરૂરી છે. આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ જે ઉપાયથી તમે તમારા હાથની ચમક પરત લાવી શકશો.

એલોવેરા

એલોવેરાને સ્કિન માટે વરદાન માનવામાં આવે છે. તેની સાથે જ તે સ્કિનમાં ચમક લાવવા માટે અને તેને મુલાયમ બનાવવાનું કામ કરે છે. ખરેખર એલોવેરામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇંફલેમેટરીના ગુણો રહેલા છે તેના ઔષધીય ગુણોના કાણે તે સ્કિન પરના ચકામા, ખંજવાળ અને ડ્રાયનેસ થતી નથી. એવામાં વારંવાર હાથ ધોવાથી જો તમારા હાથ ડ્રાય થઇ ગયા છે તો રોજ સૂતા પહેલા તમે તમારા હાથ પર એલોવેરા જેલ લગાવી શકો છો. તેનાથી તમને અઢળક લાભ થશે.

 

મધ

મધ સ્વાસ્થ્ય અને સ્કિન બન્ને માટે બેસ્ટ માનવામાં આવે છે. એવામાં મધનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને સાથે-સાથે તે આપણી સ્કિનને બહારથી સોફ્ટ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. ખરેખર મદ સ્કિનને મુલાયમ બનાવવા અને ઇજા થઇ હોય તેના ઘાને સારા કરવાનું કામ કરે છે.એવામાં ડ્રાય હાથ માટે તે મોઇશ્ચરાઇઝર બની શકે છે અને તમે તેનો ઉપયોગ કરી શકો છો.

આ પણ જુઓ : અપચા સહિતની સમસ્યાથી મળશે રાહત, આ રીતે કરો હીંગનું સેવન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન