Beauty Do this yoga for black and hair growth , twice speed will be long
  • Home
  • Fashion & Beauty
  • કાળા અને ભરાવદાર વાળ માટે કરો આ યોગા, બમણી ઝડપે થશે લાંબા

કાળા અને ભરાવદાર વાળ માટે કરો આ યોગા, બમણી ઝડપે થશે લાંબા

 | 3:49 pm IST

બદલાતી ઋતુઓની સાથે વાળની અનેક સમસ્યાઓ થવા લાગે છે. વધારે ગરમીના કારણે વાળ તૂટવા લાગે છે. એવામાં વાળને ખરતા લોકો અનેક પ્રયોગો કરે છે.એવામાં ઘણી યુવતીઓ વાળની સમસ્યાથી પરેશાન થઇ ડિપ્રેશનમાં જતા રહે છે. વાળને સ્વસ્થ રાખવા માટે તમે યોગાસન પણ કરી શકો છો. આવો જોઇએ ઘણા એવા યોગાસન છે.તેમજ યોગાસનની સાથે ઘણી સાવચેતીને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે.

ઉંમરથી પહેલા વાળ સફેદ થવા એક સામાન્ય સમસ્યા છે. તેનાથી છૂટકારો મેળવવા માટે યોગા ઉપયોગી છે. આ યોગામાં હાથના નખને એકબીજા સાથે ઘસવામાં આવે છે. તમે એક હાથના નખને બીજા હાથના નખ સાથે ઘસો. એક દિવસમાં 5મિનિટ માટે 5 વખત કરો. જો તમે આ યોગને 6 મહિના માટે નિયમિત રીતે કરો છો તો વાળના સફેદ થવાની સમસ્યાથી છૂટકારો મળી જશે. સાથે વાળ ભરાવદાર અને સાઇની થશે.

યોગાસન

સૌ પ્રથમ સાબૂનો ઉપયોગ બંધ કરી દો. તે સિવાય હળદર, ચણાનો લોટ, શિકાકાઇના ઉપયોગથી સ્નાન કરો. તે બાદ શરીરની નિયમિત રીતે તેલથી માલિશ કરો અને યોગાસન કરો. યોગાસનમાં વ્રજાસન, પવન મુક્તાસન, ઉષ્ટ્રાસન અને શીર્ષાસન કરો. તે સિવાય ઉક્ત આસનો અને વિલોમ આસન પણ કરવું જોઇએ. તે બાદ પ્રાણાયામમાં અનુલોમ-વિલોમનો અભ્યાસ કરો.

યોગ સિવાય ધ્યાન મુદ્રાથી થશે લાભ

તે સિવાય પ્રદુષણથી દૂર રહેવું જોઇએ. વજ્રાસન બાદ કુર્માસન કરો અને ઉષ્ટ્રાસન કરો. પવનમુક્તાસન બાદ મત્સ્યાન કરો. હવે વિશ્રામ કર્યા બાદ શિર્ષાસન કરો. આસન કર્યા બાદ અનુલોમ-વિલોમ પ્રાણાયમ કરો. તે બાદ તમે ધ્યાન ધરો.

આ પણ જુઓ : દર્દી પર વેન્ટિલેટરનું સફળ પરીક્ષણ – અશ્વિનીકુમાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન