સૂકાઇ ગયેલી Eyeliner નો આ રીતે કરો ઉપયોગ,મળશે પરફેક્ટ લુક - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • સૂકાઇ ગયેલી Eyeliner નો આ રીતે કરો ઉપયોગ,મળશે પરફેક્ટ લુક

સૂકાઇ ગયેલી Eyeliner નો આ રીતે કરો ઉપયોગ,મળશે પરફેક્ટ લુક

 | 7:29 pm IST

આઇલાઇનર યુવતીઓના મેકઅપનો મહત્વનો ભાગ બની ગયો છે. પાર્ટી, ફંક્શન હોય કે કેજુઅલ લુકને પરફેક્ટ બતાવવા માટે યુવતીઓ આઇલાઇનર જરૂરથી લગાવે છે. કોઇ મેકઅપ કર્યો હોય કે ન કર્યો હોય પરંતુ આઇ લાઇનર લગાવવાથી ચહેરાનો લુક બદલાઇ જાય છે. ઘણીવાર આઇલાઇનર સૂકાઇ જવા પર તમે તેને ફેંકી દો છો. પરંતુ શુ તમને ખબર છે તેનો ઉપયોગ સુંદરતા વધારવા માટે પણ કરી શકો છો.

સૂકાયેલી આઇલાઇન ફેંકી દેવાની જગ્યાએ તમે તમારી આઇબ્રોને સુંદર બનાવી શકો છો. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે સૂકાઇ ગયેલી આઇલાઇનરનો ઉપયોગ કરવાથી તમારી આઇબ્રો સુંદર બની જશે અને તમને ગ્લેમર લુક આપી શકે છે. તો આવો જોઇએ લાઇનરથી આઇબ્રોને કેવી રીતે સુંદર બનાવી શકાય છે.તેમજ આ ટિપ્સથી તમારી આઇબ્રો સુંદર અને ભરાવદાર પણ લાગશે.

જેના માટે તમે સૌપ્રથમ તમારી આઇબ્રોને કોમ કરી લો. તે બાદ સૂકાઇ ગયેલી આઇલાઇનરથી આઇબ્રોની બેસ પર લાઇન ડ્રો કરી, આ લાઇનને આંગળી વડે આઇબ્રોના વાળની સાથે સ્મજ કરો. હવે બ્રશ વડે આઇબ્રોના હેરને નીચેની તરફ કોમ કરો. તે બાદ ટોપ બેસ પર લાઇન ડ્રો કરીને આઇબ્રોને બરાબર કરો. હવે બ્રશ વડે આઇબ્રોને બરાબર શેપ આપો અને લાઇનરને સેટ કરો. આ રીતે તમારી આઇબ્રો સરસ લાગશે જેમા તમારુ લુક પણ બદલાઇ જશે. માટે સૂકાઇ ગયેલી આઇલાઇનરનો આ રીતે પણ ઉપયોગ કરી શકાય છે. તેને હાઇલાઇટ કરવા માટે તમે કન્સીલરનો ઉપયોગ પણ કરી શકો છો.