પગની શુષ્ક ત્વચાથી પરેશાન છો અજમાવો આ નુસખા - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • પગની શુષ્ક ત્વચાથી પરેશાન છો અજમાવો આ નુસખા

પગની શુષ્ક ત્વચાથી પરેશાન છો અજમાવો આ નુસખા

 | 6:55 pm IST

ફક્ત શિયાળામાં જ ફાટેલી એડીની સમસ્યા નથી હોતી. પરંતુ ગરમીમાં પણ પગની સુંદરતાને લઇને કેટલીક સમસ્યાઓ રહે છે. ગરમીમાં મહિલાઓ સ્લીપર પહેરવાનું પસંદ કરે છે. પરંતુ ગરમીમાં પગની ત્વચા શુષ્ક અને બેજાન થઇ જાય છે. જેથી યુવતીઓ ખાસ કરીને બજારમાં મળતી ક્રીમ્સ અને લોશનનો ઉપયોગ કરે છે. જેનાથી પગની ત્વચા સારી લાગે. જો તમે ગરમીમાં સ્લીપર પહેરવાનું પસંદ કરો છો તો આજે અમે તમને પગની સાચવણી માટે કેટલીક ઘરેલું ટિપ્સ જણાવીશું જેનાથી પગની શુષ્ક ટેનિંગ સહિતની સમસ્યાથી રાહત મળે છે.

નારિયેળ તેલ
નારિયેળ તેલ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. જેથી રાત્રે સૂતા સમયે નારિયેળ તેલથી પગની મસાજ કરો. જેનાથી ત્વચા આખી રાત નારિયેળ તેલને ઓબ્ઝર્વ કરી લેશે અને પગની ત્વચાને મુલાયમ બનાવશે. તમે ઇચ્છો તો ઓલિવ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો.

મધ
જો તમારા પગની ત્વચા પર કોઇપણ પ્રકારનું ઇન્ફેક્શન છે તો તમે મધનો ઉપયોગ કરી શકો છો. રોજ સવારે સ્નાન કરતા પહેલા 15 મિનિટ તમારા પગ પર મધ લગાવીને રાખો. તેનાથી 10 મિનિટ તમારા પગની મસાજ કરો અને સૂકાઇ ગયા બાદલ તેને સાફ કરી લો.

બેકિંગ સોડા
જો તમારા પગની ત્વચા ખરાબ થઇ ગઇ છે તો એક ટબમાં ગરમ પાણી અને બેકિંગ સોડા મિક્સ કરી લો. તેમા તમારા પગ 20 મિનિટ સુધી ડૂબાડી રાખો. ત્યાર પછી પગને પાણીમાંથી નીકાળીને તેને પથ્થર પર રગડો. હવે તમારા પગ પર વસેલીન લગાવી લો.