પ્રેગનેન્સી બાદ ખરતા વાળની સમસ્યા દૂર કરવા કરો આ ઉપાય - Sandesh
NIFTY 11,414.55 -20.55  |  SENSEX 37,777.44 +-74.56  |  USD 70.3225 +0.43
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • પ્રેગનેન્સી બાદ ખરતા વાળની સમસ્યા દૂર કરવા કરો આ ઉપાય

પ્રેગનેન્સી બાદ ખરતા વાળની સમસ્યા દૂર કરવા કરો આ ઉપાય

 | 12:39 pm IST

પ્રેગનેન્સી પછી મહિલાઓના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. વાળ ખરવા પણ તેમાથી એક જ છે. ખરતા વાળ જોઇને મહિલાઓ ખૂબ પરેશાન થવા લાગે છે. જેને લઇને તે કેટલીક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ કોઇ ફરક પડતો નથી. જોકે ખરતા વાળની સમસ્યાથી પરેશાન થવાની જરૂરત નથી. કેટલાક એવા ઘરેલું ઉપાયથી પણ આ સમસ્યા દૂર કરી શકાય છે.

નારિયેળ દૂધ
જે મહિલાઓને ગર્ભાવસ્થા પછી ખરતા વાળની સમસ્યા રહે છે. જેથી અઠવાડિયામાં ત્રણ વખત નારિયેળ તેલથી વાળની મસાજ કરવી જોઇએ. આમ કરવાથી થોડાક દિવસમાં ખરતા વાળની સમસ્યા દૂર થઇ જશે.

ઇંડાનો સફેદ ભાગ
વાળ ફરીથી લાંબા અને ભરાવદાર કરવા માટે એક ઇંડામાંથી સફેદ ભાગમાં 3 ચમચી ઓલિવ ઓઇલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને અઠવાડિયામાં 2 વખત લગાવો. આમ કરવાથી થોડાક દિવસમાં ફરક જોવા મળશે.

દહીં
એક બાઉલ દહીં લો અને તેને 10 મિનિટ વાળમાં લગાવી રાખો. હવે વાળને શેમ્પુથી ધોઇ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં 3 વખત કરો. સતત આ પ્રક્રિયા કરવાથી વાળ મુલાયમ થવાની સાથે ખરતા પણ બંધ થઇ જશે.

ડુંગળી
ડુંગળીને પીસી લો. હવે તેમાથી તેનો રસ લગાવી લો. તેના આંગળી વડે મસાજ કરો. અડધા કલાક પછી વાળને શેમ્પુથી ધોઇ લો. આમ કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થશે.

પૌષ્ટિક આહાર
પ્રેગનેન્સી દરમિયાન ડાયેટમાં ફળ, લીલા શાકભાજીસ નટ્સનું સેવન કરો જેથી ખરતા વાળની સમસ્યા દૂર થશે. આ દરમિયાન શરીરમાં પોષક તત્વોની ઉણપથી વાળ ખરવાની શરૂઆત થાય છે. આ ખોરાક લેવાથી દરેક પોષક તત્વોની ઉણપ પૂરી થઇ જાય છે.