Beauty Even during pregnancy, it looks beautiful follow these tips
  • Home
  • Fashion & Beauty
  • નથી જરાય મુશ્કેલ, ગર્ભવસ્થા દરમ્યાન પણ સુંદર દેખાવું છે તો ફોલો કરો આ ટિપ્સ

નથી જરાય મુશ્કેલ, ગર્ભવસ્થા દરમ્યાન પણ સુંદર દેખાવું છે તો ફોલો કરો આ ટિપ્સ

 | 12:24 pm IST

ગર્ભાવસ્થા દરમ્યાન પણ સુંદર દેખાવવા માંગો છો તો કેટલીક એવી વાતો હોય છે જેના ધ્યાનમાં રાખવી જોઇએ. જોકે, ગર્ભાવસ્થા દરમ્યાન કેટલીક ગર્ભવતી મહિલાઓના ચહેરા પર નેચરલ પ્રેગનેન્સી ગ્લો આવે છે. પરંતુ ચહેરા સિવાય શરીરના અન્ય કેટલાક ભાગોમાં સમસ્યા પણ થવા લાગે છે. જેમ કે આંખોની નીચે કાળા સર્કલ, હોર્મોનલ બદલાવના કારણે ખીલ થલા, વધારે પ્રમાણમાં વાળ કરવા કે બરછટ વાળ જેવી સમસ્યાઓ થવા લાગે છે.

આ અવસ્થામાં શરીરને પોષક તત્વોની આવશ્યકતા વધારે હોય છે. જેની ઉણપના કારણે તમારી સુંદરતા ઓછી થવા લાગે છે. સ્વાસ્થ્ય અને ખાણીપીણીનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. તેમજ દૂધ, દહીં, લીલા શાકભાજી, દાલ સહિતની વસ્તુઓને તમારા ડાયેટમાં સામેલ કરો.

આંખો માટે વિટામીનથી ભરપૂર આહાર લો. જેનાથી આંખોની નીચે ડાર્ક સર્કલની સમસ્યા નહીં થાય. તે સિવાય પ્રેગનેન્સી દરમ્યાન ગર્ભવતી મહિલાઓ પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઇએ.

આ અવસ્થામાં કેલ્શ્યિમની ઉણપ બાળક માટે નુકસાનકારક હોય શકે છે. તેમજ તેનાથી તમને દાંત સંબંધી પણ કેટલીક સમસ્યાઓ થઇ શકે છે. જેથી ડોક્ટરની સલાહ લઇને તમે કેલ્શ્યિમ અને વિટામીન સીથી ભરપૂર હોય તેવી વસ્તુઓનું સેવન કરો.

પેટ, બટ્સ, અને સ્તન પર સ્ટ્રેચ માર્ક્સથી બચવા માટે બેબી ઓઇલથી હળવા હાથે માલિશ કરાવો અને શરીરને નમવાની જગ્યાએ સીધુ રાખો.

વાળ માટે હાનિકારક શેમ્પુની જગ્યાએ મુલતાની માટી, રીઠા તેમજ શિકાકાઇથી તમે વાળ ધોઇ શકો છો. તે સિવાય તમે બરછટ વાળને પણ ટ્રીમ કરાવો.