Beauty Do not make expensive makeup brushes, use this thing in the house
  • Home
  • Fashion & Beauty
  • ફેન્સી દેખાવવા મોંઘા મેકઅપ બ્રશ નહીં, ઘરમા પડેલી આ વસ્તુનો કરો ઉપયોગ

ફેન્સી દેખાવવા મોંઘા મેકઅપ બ્રશ નહીં, ઘરમા પડેલી આ વસ્તુનો કરો ઉપયોગ

 | 1:36 pm IST

પાર્લરમાં મેકઅપ કરતા દરમ્યામ બ્યુટીશિયન ઘણા બધા બ્રશનો ઉપયોગ કરે છે. જ્યારે બ્યુટીશિયન આ દરેક બ્રશનો ઉપયોગ કરે છે તો ખૂબ ફેન્સી લાગો છો અને મેકઅપ પણ ખૂબ ફેન્સી અમે સ્ટાઇલિશ વાળા કરે છે. જેનાથી ઇંસ્પાઇર થઇને કેટલીક યુવતીઓ મેકઅપ બ્રશ ખરીદે છે. પરંતુ આ મેકઅપ બ્રશ ખૂબ મોંઘા હોય છે. જેના કારણે યુવતીઓ તેને ખરીદી શકતી નથી.

જો તમે ફક્ત ફેન્સી દેખાવવાના કારણે મેકઅપ બ્રશ ખરીદો છો. પરતું વધારે સારો મેકઅપ કરવા માટે આ બ્રશ ખરીદવા માંગો છો તો તમે ખોટા છો. કારણકે મોંઘા મેકઅપ બ્રશની જગ્યાએ તમે ઘરેલું વસ્તુઓથી પણ સારો મેકઅપ કરી શકો છો.

ટિશ્યૂ પેપરથી લગાવો બ્લશ કે પાઉડર
ચહેરાના તેલને સાફ કરવા માટે દરેક યુવતીઓ તેમના પર્સમાં ટિશ્યૂ પેપર રાખે છે. શુ તમને ખબર છે કે આ ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરીને તમે ચહેરા પર બ્લશ કે પાઉડર લગાવવા માટે પણ કરી શકો છો. બ્લશથી ગાલ પર ફ્લશ્ડ લુક મળે છે. પરંતુ આ ફ્લશ લુકને કુદરતી બતાવવું પણ જરૂરી છે. જ્યારે કેટલાક લોકો બ્લશનો ઉપયોગ ગાલને લાલ કરવા માટે કરે છે. જે ખોટું છે. બ્લશ લગાવવાથી તમે ફ્રેશ લાગો છો.

ટિશ્યૂ પેપરથી બ્લશ લગાવવા માટે સૌથી પહેલા ટિશ્યૂ પેપરને ફોલ્ડ કરો અને તેનાથી પાઉડર કે બ્લશ લગાવો. ગાલ પર લાગેલા વધારે બ્લશને સાફ કરવા માટે ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરો. પરંતુ દરેક વખત નવા ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરો. કારણકે ગંદા ટિશ્યૂ પેપરના કારણે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઇ શકે છે.


કોટન સ્વેબથી લગાવો આઇશેડો

આઇશેડો લગાવવા માટે સ્મજનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કોઇ અન્ય સાથે તમે મેકઅપ કિટ શેર કરો છો તો આઇશેડો લગાવવા માટે કોટન સ્વેબનો ઉપયોગ કરો. જેનાથી તમે સ્મજની તુલનામાં વધારે સારા આઇશેડો લગાવી શકશો.

જે કાજલને પણ સ્મજ કરી શકે છે. તમે કાજલ લાંબા સમય સુધી ટકાવી રાખાવ માટે પણ કાજને સ્મજથી બરાબર કરી શકો છો અને આઇશેડોની ઉપર કોટન સ્વેબથી કાજલ સેટ કરી શકો છો.

આઇલાનર સાફ કરવા
આ કોટન સ્વેબથી તમે આઇલાઇનર પણ સાફ કરી શકો છો. આઇ લાઇનર કે કાજલ લગાવતા સમયે હંમેશા તમારી આસપાસ કોટન સ્વેબ રાખો. જ્યારે પણ થોડીક પણ ગડબડી થાય તો કોટન સ્વેબથી આઇલાઇનર કે કાજલ લૂંછી શકો છો.