Beauty fashion Hair can be strengthened in this way without hair oiling
  • Home
  • Fashion & Beauty
  • તેલ લગાવ્યા વગર આ રીતે વાળને કરો લાંબા, અજમાવો આ ઉપાય

તેલ લગાવ્યા વગર આ રીતે વાળને કરો લાંબા, અજમાવો આ ઉપાય

 | 12:04 pm IST

વાળને મજબૂત અને ભરાવદાર બનાવવા માટે હેર ઓઇલનો ઉપયોગ કરીએ છીએ પરંતુ કેટલાક માથામાં તેલ લગાવતા નથી વાળને પોષણ માટે હેર ઓઇલનું ખૂબ મહત્વ હોય છે. હેર ઓઇલથી વાળમાં ચમક આવે છે. જો તમે પણ મજબૂત અને લાંબા વાળ ઇચ્છો છો તો અમે તમારા માટે કેટલાક ઉપાય લઇને આવ્યા છીએ. તમને વાળમાં તેલ લગાવવાનો કંટાળો આવે છે તો અમે કેટલીક ટિપ્સ જણાવવા જઇ રહ્યા છીએ. જેની મદદથી તમે વાળને હેલ્ધી અને મજબૂત બનાવી શકો છો.

પપૈયુ અને ચણાનો લોટ

પપૈયાને નાના ટૂકડામાં મેશ કરીને તેમા ચણાનો લોટ અને એપલ સાઇડર વિનેગર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને અડધો કલાક તમારા વાળ પર લગાવી રાખો અને બાદમાં તેને ધોઇ લો. જેનાથી ખોડાની સમસ્યાથી રાહત મળી શકે છે.

હેર ઓઇલની જગ્યાએ લગાવો દહીં

જો તમને વાળમાં તેલ લગાવવું નથી ગમતુ તો તમે વાળને પોષણ આપવા માટે દહીં લગાવી શકો છો. વાળને ધોયા પહેલા સ્કેલ્પ પર દહીં લગાવીને અડધો કલાક બાદ તેને શેમ્પુથી ધોઇ લો. તેની મદદથી તમને વાળમાં કન્ડિશનિંગ કરવાની જરૂર પડશે નહીં.

લીંબુનો રસ અને કેળા

આ ઉપાય કરવા માટે તમે એક પાકેલું કેળુ લઇને તેને મેશ કરી લો અને તેમા બે ચમચી લીંબુનો રસ બરાબર મિક્સ કરી લો. તેને વાળમાં 20 મિનિટ લગાવી રાખો અને પછી શેમ્પુ કરીને ધોઇ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન