આ 4 રીતે વાળને કરો ડિટોક્સ, હંમેશા રહેશે ચમક - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • આ 4 રીતે વાળને કરો ડિટોક્સ, હંમેશા રહેશે ચમક

આ 4 રીતે વાળને કરો ડિટોક્સ, હંમેશા રહેશે ચમક

 | 6:33 pm IST

શરીરમાંથી ગંદકી નીકાળવા માટે કેટલાક લોકો તેને ડિટોક્સ કરે છે. તેજ રીતે વાળને પણ ડિટોક્સ કરવા ખૂબ જરૂરી છે. વાળને શેમ્પુ કરવાથી પૂર્ણ રીતે ગંદકી સાફ થઇ શકતી નથી. તેમા રહેલા કેમિકલ્સ સ્કેલ્પમાં એકઠા થઇ પોર્સને બંધ કરી દે છે. જેમા વાળને યોગ્ય રીતે ફાયદો મળી શકતો નથી. જેથી વાળને સુંદર બનાવવા માટે તેને પણ ડિટોક્સ જરૂરથી કરો. તો આવો જોઇએ કેવી રીતે વાળને ઘરે પણ ડિટોક્સ કરી શકાય.

બેકિંગ સોડા
ઓઇલી વાળને ડિટોક્સ કરવા માટે બેકિંગ સોડા બેસ્ટ ઓપ્શન છે. જેના માટે વાળને સાદા પાણીથી ધોઇ લો. ત્યાર પછી ત્રણ કપ નવશેરા પાણીમાં 1/4 કપ બેકિંગ સોડા મિક્સ કરીને તેને સ્કેલ્પ પર લગાવી બે મિનિટ માટે મસાજ કરો. તેનાથી ગંદકી સાફ થવાની સાથે સ્કેલ્પના પોર્સ પણ ખુલી જાય છે. આ ઉપાયને અઠવાડિયામાં એક વખત કરો.

શિકાકાઇ
આ ઉપાય વાળને ડિટોક્સ કરવાની સાથે વાળમા ચમક લાવવામાં પણ મદદ કરે છે. જેના માટે બે ચમચી શિકાકાઇ પાઉડરમાં જરૂરત પૂરતા પ્રમાણમાં પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લો. ત્યાર પછી વાળને ભીના કરીને આ પેસ્ટથી સ્કેલ્પની 2 મિનિટ સુધી મસાજ કરો. હવે વાળને ધોઇ લો. આ ઉપાયને અઠવાડિયામાં એક વખત કરો.

એપ્પલ સાઇડર વિનેગર
આ ઉપાય વાળના કુદરતી ઓઇલને કોઇપણ નુકસાન પહોંચાડ્યા વગર તેને ડિટોક્સ કરશે. તેનાથી વાળને શેમ્પુ અને કન્ડિશનર કરીને અઠવાડિયામાં આ ઉપાય કરવો. જેના માટે બે કપ પામીમાં 1/4 કપ એપ્પલ સાઇડર વિનેગર મિક્સ કરીને વાળને શેમ્પુ અને કન્ડિશનર કરીને તેને વાળ પર લગાવી લો. ત્યાર પછી 5 મિનિટ બાદ આંગળીઓથી સ્કેલ્પ મસાજ કરીને સાદા પાણીથી ધોઇ લો.