Beauty Fashion Hair straight with straightener side effects
  • Home
  • Fashion & Beauty
  • સ્ટ્રેટનરથી કરો છો વાળને સ્ટ્રેટ તો જાણી લો આ વાત, નહીંતર પસ્તાવું પડશે

સ્ટ્રેટનરથી કરો છો વાળને સ્ટ્રેટ તો જાણી લો આ વાત, નહીંતર પસ્તાવું પડશે

 | 1:33 pm IST

શુ તમે પણ રોજ ઓફિસ કે કોલેજ જતા સમયે તમારા વાળને સ્ટ્રેટ કરો છો? જો તમે પણ હેર સ્ટ્રેટનિંગ કરાવવાનું તો નથી વિચારી રહ્યાને? જો વિચારી રહ્યા છો તો એક વખત તેનાથી થતા નુકસાન અંગે જાણી લો.

વાળને સ્ટ્રેટ કરવાથી સૌથી વધુ નુકસાન વાળને થાય છે. વાળ ડ્રાય થઇ જાય છે. વાળને તમે સ્ટ્રેટનરથી કે કેમિકલ ટ્રીટમેન્ટ બન્ને રીતે સ્ટ્રેટ કરાવશો તો તેનાથી વાળનું કુદરતી ઓઇલ ખતમ થવા લાગે છે અને વાળ ડ્રાય થવા લાગે છે. એટલું જ નહીં વાળ ખૂબ નાજૂર અને બરછટ પણ થઇ જાય છે.

જ્યારે વાળ ડ્રાય થઇ જાય છે તો તે તૂટવાની સાથે ખરવા પણ લાગે છે. વાળને તમે પ્રેસિંગ મશીન કે કેમિકલ ટ્રીટમેન્ટથી સ્ટ્રેટ કરાવો છો પરંતુ આ બન્ને રીતથી તમારા વાળ કમજોર થવા લાગે છે અને તે ખરવા લાગે છે. તે સિવાય વાળમાં સ્પિલટ એન્ડ્સની સમસ્યા પણ વધવા લાગે છે.

સ્ટ્રેટનિંગના કારણે હેર ફોલિકલની સમસ્યા વધવા લાગે છે. જેના કારણે સ્કેલ્પ પર કુદરતી ઓઇલ રહેતું નથી. જેથી સ્કેલ્પ પણ ડ્રાય થવા લગા છે અને માથામાં ખંજવાળ આવવા લાગે છે. એટલું જ નહીં આ સમસ્યા વધી પણ શકે છે. જેનાથી માથાની ત્વચા પર તેની થર જામી જાય છે અને તેનોથી ખોડાનો ખતરો વધતો રહે છે.

હેર સ્ટ્રેટનિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની ખાસ વાત

– સ્ટ્રેટનરનો ઉપયોગ કરતા પહેલા વાળમાં હીટ પ્રોટેક્ટેંટ જરૂર લગાવો, જે તમારા વાળને બરછટ થવાથી બચાવે છે.
– વાળને રોજ સ્ટ્રેટ ન કરવા જોઇએ. તે સિવાય વાળને અઠવાડિયામાં બે વખત સ્ટ્રેટનરનો ઉપયોગ કરો જેનાથી વાળ ઓછા તૂટે છે.
– ભૂલથી પણ ભીના વાળમાં સ્ટ્રેટનરનો ઉપયોગ ન કરવો જોઇએ.
– જ્યારે પણ વાળને સ્ટ્રેટ કરો છો તો તાપમાનને મધ્યમ કે ઓછા સેટિંગ પર રાખો.