Beauty Fashion This new fashion of belt made from jeans
  • Home
  • Fashion & Beauty
  • જીન્સની કતરણથી બનેલા બેલ્ટની આવી નવી ફેશન, જાણો આટલી છે કિંમત

જીન્સની કતરણથી બનેલા બેલ્ટની આવી નવી ફેશન, જાણો આટલી છે કિંમત

 | 9:47 am IST

વાત કરીએ ફેશનની તો રોજની રોજ નવી નવી ફેશન આવતી રહે છે. આજકાલ કેટલીક ફેશન બ્રાન્ડ ખૂબ અટપટી રીતે કપડાને ડિઝાઇન કરી રહ્યા છે. જેને જોઇને સમજવું થોડૂંક મુશ્કેલ હોય છે.

હાલમાં બ્રિટિશની એક ઓનલાઇન ફેશન રિટેલર કંપની ASOSએ જીન્સની અનોખી વેસ્ટબેન્ડ લોન્ચ કરી છે. ડેનિમની આ વેસ્ટબેન્ડને બેસ્ટ બેલ્ટ અને શોર્ટ સ્કર્ટ પણ માનવામાં આવી રહ્યા છે.

જણાવી દઇએ કે આ જીન્સની કટ કરેલી વેસ્ટબેન્ડ છે. આ વેસ્ટબેન્ડની કિંમત 18 પાઉન્ડ છે. જે ભારતીય રકમના હિસાબથી 1,672 રૂપિયા છે. ASOS કંપનીએ આ વેસ્ટબેન્ડને યોર આઉટફિટ્સ પ્લસ વન ગણાવ્યા છે. આ વેસ્ટબેન્ડમાં એક બટન છે. જે તમને એક અનફિનિશ્ડ લુક આપશે. ASOSની વેબસાઇટ પર એક મોડલે આ વેસ્ટ બેન્ડ નારંગી રંગના ટ્રાઉઝર, જેકેટ અને વ્હાઇટ ટી શર્ટની સાથે પહેર્યો છે.

ASOS કંપનીએ જણાવ્યું કે આ વેસ્ટ બેન્ડ લિમિટેડ સ્ટોકમાં જ ઉપલબ્ધ છે. કંપનીએ વધુમાં જણાવ્યું છે કે તમે આ વેસ્ટબેન્ડ ખરીદવા માંગો છો તો હાલ જ ખરીદી શકો છો. જોકે આ વેસ્ટબેન્ડ ઓનલાઇન સાઇટ પર આવી છે ત્યારથી લોકો પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો આ વેસ્ટ બેન્ડ અંગે કહે છે કે 18 પાઉન્ડની આ વેસ્ટ બેન્ડને ખરીદવા માટે ખર્ચ કેમ કરાય? જ્યારે તેને ઘરે પડેલી જૂની જીન્સને કટ કરીને પણ બનાવી શકાય છે.