લીલી કે લાલ નહીં, આ વખતે ઇદમાં ટ્રાય કરો ગ્લિટર વ્હાઇટ મહેંદી - Sandesh
NIFTY 11,390.05 -45.05  |  SENSEX 37,721.65 +-130.35  |  USD 70.3175 +0.42
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • લીલી કે લાલ નહીં, આ વખતે ઇદમાં ટ્રાય કરો ગ્લિટર વ્હાઇટ મહેંદી

લીલી કે લાલ નહીં, આ વખતે ઇદમાં ટ્રાય કરો ગ્લિટર વ્હાઇટ મહેંદી

 | 6:29 pm IST

યુવતીઓને હાથમાં મહેંદી લગાવવાનું ખૂબ પસંદ હોય છે. તે બસ હાથમાં મહેંદી લગાવવાનું બહાનું શોધતી રહે છે. લગ્ન પ્રસંગ હોય કે ઇદ હોય યુવતીઓ મહેંદી લગાવે છે. તો ખાસ કરીને તમે યુવતીઓના હાથમાં લીલા રંગની મહેંદી લગાવેલી જોઇએ હશે. જે બાદમાં લાલ કે મરુન રંગનો કલર આવે છે. પરંતુ આજકાલ લીલી નહીં, પરંતુ ગ્લિટરિંગ વ્હાઇટ મહેંદી સ્ટાઇલ ખૂબ ફેમસ થઇ ગઇ છે. તો આવો જોઇએ મહેંદીની કેટલીક ડિઝાઇન.


જો તમે પણ ટ્રેડિશનલ લાલ રંગની મહેંદીની ડિઝાઇન્સથી કંઇક અલગ ટ્રાય કરવા માંગો છો તો વ્હાઇટ મહેંદીની ડિઝાઇન્સ તમારા માટે પરફેક્ટ છે. તે સિવાય આ મહેંદી હાલ લોકોને પહેલી પસંદ બની ગઇ છે કારણકે તે સહેલાઇથી રિમૂવ પણ કરી શકાય છે. આ મહેંદી જોવામાં સુંદર લાગે છે અને ટ્રેડિશનલની સાથે વેસ્ટર્ન ડ્રેસ પર પણ તે એટ્રેક્ટિવ લુક આપે છે.

ગ્લિટર મેકઅપ અને ટેટૂ પછી આ ગ્લિટર મહેંદી ટ્રેન્ડમાં છે. જેમા ગોલ્ડ કે મલ્ટી કલર મહેંદી ડિઝાઇન્સ બનાવવામાં આવે છે. ખૂબ જ ઓછા સમયમાં લગાવવામાં આવે છે. તે સિવાય યુવતીઓ પોતાના જ્વેલરી તેમજ કપડાની ડિઝાઇનથી મેચિંગ કરીને ગ્લિટર મહેંદીની ડિઝાઇન બનાવી રહી છે.