ફક્ત 15 દિવસમાં ફાટેલી એડીને બનાવો મુલાયમ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ફક્ત 15 દિવસમાં ફાટેલી એડીને બનાવો મુલાયમ

ફક્ત 15 દિવસમાં ફાટેલી એડીને બનાવો મુલાયમ

 | 2:49 pm IST

ગરમીમાં ખાસ કરીને લોકોના પગની એડી ફાટી જાય છે. ફાટેલી એડીઓના કારણ કેટલીક વખત બીજા લોકોની સામે શરમ અનુભવવી પડે છે. તે સિવાય યુવતીઓ તેમના મનગમતા સેન્ડલ પણ પહેરી શકતી નથી. પગની સુંદરતા પરત લાવવા માટે અને એડીને મુલાયમ બનાવવા માટે યુવતીઓ કેટલાક ઉપાય કરે છે. પરંતુ તેનાથી કોઇ જ ફાયદો થશે નહીં. એવામાં તમે ઘરેલું નુસખા અપનાવીને ફાટેલી એડીઓથી રાહત મેળવી શકો છો.

સામગ્રી
1 ચમચી – એલોવેરા જેલ
3 નંગ – કપૂર
જરૂરિયાત મુજબ – વેસેલીન

બનાવવાની રીત
– સૌ પ્રથમ કપૂર લો અને તેને પીસીને ચૂરણ બનાવી લો. હવે તેમા વેસેલિન મિક્સ કરી લો. ત્યાર પછી તેમા એલોવેરા જેલ ઉમેરીની બરાબર મિક્સ કરી લો.

– હવે એક ટબમાં પાણી ભરીને તેમા 2 ચમચી લીંબનો રસ મિક્સ કરી લો. ત્યાર પછી 15 મિનિટ સુધી તમારા પગને તેમા ડૂબાડી રાખો.

– 15 મિનિટ પછી તમારા પગને બહાર નીકાળીને લૂછી લો. હવે બનાવેલી પેસ્ટને ફાટેલી એડી પર લગાવો અને પગમાં મોંજા પહેરી લો.

– આ ઉપાય રોજ રાત્રે સૂતા સમયે કરવો.

– સતત 15 દિવસમાં આ ઉપાય કરવાથી તમારી ફાટેલી એડી એકદમ મુલાયમ બની જશે.