પગમાં આવતી દુર્ગંધ દૂર કરવા અજમાવો આ ઘરેલુ નુસખા - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • પગમાં આવતી દુર્ગંધ દૂર કરવા અજમાવો આ ઘરેલુ નુસખા

પગમાં આવતી દુર્ગંધ દૂર કરવા અજમાવો આ ઘરેલુ નુસખા

 | 12:56 pm IST

ગરમીમાં પરસેવાના કારણે શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે છે. ખાસ કરીને પગમાં ફુટવેર પહેરવાથી તેમા ગરમી અને ભેજના કારણે જીવાણું ઉત્પન્ન થઇ જાય છે જે પગમાં દુર્ગંધનું કારણ બને છે. તે સિવાય હોર્મોન સંબંધિત પરેશાની, તનાવ અને દવાઓનો વધારે પ્રયોગથી પણ પગમાં દુર્ગંધ આવવાની સમસ્યા થઇ શકે છે. જો તમે પણ પગમાં આવતી દુર્ગંધથી પરેશાન છો આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી આ સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

મીઠાનું પાણી
મીઠાનું પાણી ત્વચાને શુષ્ક બનાવે છે અને પરસેવો આવવાથી રોકે છે. જેથી રોજ સ્નાન કર્યા પછી હળવા ગરમ પાણીમાં મીઠું ઉમેરીને પગને અડધો કલાક માટે ડૂબાડીને રાખો. તે પછી તેને ટુવાલ વડે બરાબર લૂંછી લો.

ચાપત્તીનું પાણી
પરસેવાથી રાહત મેળવવા માટે ચાપત્તીનું પાણી પણ ખૂબ ફાયદાકારક છે. જેના માટે ગરમ પાણીથી લઇને તેમા ચા પત્તી કે ટી બેગ ઉમેરો. આ પાણીની નવશેકું થવા પર તેમા અડધો કલાક તમારા પગ ડૂબાડીને રાખો. આ ઉપાય રોજ કરવાથી પગની દુર્ગંધ દૂર થશે.

એપ્પલ સાઇડર વિનેગર
હળવા ગરમ પાણીમાં વિનેગર ઉમેરીને પગને થોડીક વાર તેમા ડૂબાડી રાખો અને ત્યાર પછી તેને ટુવાલથી બરાબર લૂંછીને જૂતા પહેરી લો. આ ઉપાયને અઠવાડિયામાં બે વખત કરવો જોઇએ.

સાબૂથી ધુઓ
પગની દુર્ગંધ દૂર ભગાડવા માટે તેને દિવસમાં 2 વખત જીવાણુંરોધી સાબુ લગાવીને હળવા ગરમ પાણીથી ધોઇ લો. તેનાથી દુર્ગંધ ઉત્તપન્ન કરતા જીવાણું જલદી જ નષ્ટ થઇ જશે.

આ વાતો પર ધ્યાન આપો
– પરસેવા અને દુર્ગંધથી રાહત મેળવવા માટે પગને ધોઇને બરાબર લૂંછી લો અને ટેલકમ પાઉડર લગાવો. જેનાથી તમારા પગમાં દુર્ગંધ નહી આવે.
– જૂતા અને મોંજાનો યોગ્ય રીતે ધોઇને ઉપયોગ કરો. કપડના જૂતાને વારંવાર ધોતા રહેવું જોઇએ. તેમજ તેને તડકામાં રાખવા જોઇએ.