Beauty First correct scalp Circulation for long hair, Read
  • Home
  • Fashion & Beauty
  • લાંબા વાળ માટે યોગ્ય બ્લડ સર્કુલેશન ખૂબ જરૂરી, જાણો વિગતે

લાંબા વાળ માટે યોગ્ય બ્લડ સર્કુલેશન ખૂબ જરૂરી, જાણો વિગતે

 | 3:38 pm IST

લાંબા વાળ માટે તમે અનેક પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. વાળની લંબાઇ વધારવા માટે તમે કુદરત નુસખા અપનાવતા હશો જેનાથી તમારા વાળને પોષણ મળે છે અને વાળ લાંબા થઇ જાય છે. જો તમને પણ લાંબા વાળ જોઇએ છે તો તમે સ્કેલપમાં બ્લડ સર્કુલેશન વધારો, તેના માટે તમારે આ ખાસ ઉપાય કરવા જોઇએ. સ્કેલ્પમાં બ્લડ સર્કુલેશન યોગ્ય રહેશે. તો ખોડો, સોરાયસિસ અને સ્કેલ્પની અન્ય સમસ્યાઓ નહીં થાય.

– લાંબા વાળ ત્યારે થઇ શકે છે. જ્યારે તેનું સ્વાસ્થ્ય સારુ હોય. અલગ-અલગ અધ્યયનોથી માલૂમ પડે છે કે સ્કેલ્પમાં બ્લડ સર્કુલેશન જરૂરી છે. તે વાળને ઝડપથી વધવામાં મદદ કરે છે. બ્લડ સર્કુલેશનમાં વધારો વાળને પોષક તત્વોની જરૂરતોને પૂરી કરે છે. સાથે જ ખોડા સહિતની સમસ્યાથી રાહત મળી શકે છે.

– લાંબા વાળ કરવા માટે યોગ પણ તમારી મદદ કરી શકે છે. યોગમાં ઉંધા પોઝમાં લાંબો સમય રહી શકો છો. તમે તમારુ માથું શરીરના બાકીના ભાગની તુલનામાં વધારે લટકે છે. આમ કરવાથી તમારા સ્કેલ્પમાં સ્વસ્થ બ્લડ સર્કુલેશનમાં વધારો થાય છે. તેનાથી બ્લડ સર્કુલેશન વધવા લાગે ચે.

– લાંબા વાળ કરવા માટે માથાને ઉંધુ લટકાવવુ પણ એક સારું વ્યાયામ છે. બેડ પર પીઠના બળે સૂઇ, કિનારાથી તમારા માથાને લટકાવી લો. જેટલું સંભવ હોય એટલું તમારું માથુ લટકાવી લો. ઓછામાં ઓછા 20 મિનિટ સુધી તમે આ સ્થિતિમાં રહો. તેનાથી બ્લડ સર્કુલેશનમાં વધારો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન