These easy tips will Save hair fromPollution and Dandruff
  • Home
  • Fashion & Beauty
  • નહીં થાય ક્યારેય માથામાં ખોડો, વાળને પ્રદુષણથી બચાવશે આ સહેલી ટિપ્સ

નહીં થાય ક્યારેય માથામાં ખોડો, વાળને પ્રદુષણથી બચાવશે આ સહેલી ટિપ્સ

 | 1:02 pm IST

હવામાં ફેલાયેલું પ્રદુષણ માત્ર તમારી ત્વચાને જ નુકસાન નથી પહોંચાડતું. તે તમારા વાળને પણ ખરાબ કરે છે. જેથી તમે જ્યારે પણ બહાર ફરીને આવો કે પાર્ટી કરીને આવો તો તમારા વાળમાં જામેલી ધૂળ માટી અને ગંદકી સાફ કરો. આવું કરવાથી તમારા વાળ સારા રહેશે. ખાસ કરીને જે લોકો ખોડા અને માથામાં આવતી સમસ્યાથી પીડાતા હોય તે લોકોએ આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

– વાળમાં જામેલી ગંદકી અને પ્રદુષણને દૂર કરવા માટે સૌથી પહેલા તો વાળને યોગ્ય રીતે શેમ્પુ કરી લો. તેનાથી તમારા વાળ અને સ્કેલ્પ તરોતાજા થઇ જાય છે. શેમ્પુ કર્યા બાદ વાળ પર કન્ડિશનરનો ઉપયોગ જરૂર કરો. જેનાથી તમારા વાઓળ મુલાયમ થઇ જશે.

– શેમ્પુ કર્યા બાદ 2-3 દિવસ બાદ વાળમાં તેલથી ચમ્પી કરો. ચમ્પી કરવા માટે કોઇપણ તેલનો ઉપયોગ કરી શકો છો. પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેલ લગાવતા સમયે માથામાં વધારે ગંદકી એકઠી ન થઇ હોય. નહીંતર તેલ વાળની ગંદકીમાં ફસાઇ જશે અને તમને ચમ્પીનો પૂરો ફાયદો મળી શકશે નહીં.

– વાળને સ્વસ્થ રાખવા માટે મહિનામાં ઓછામાં ઓછા 2 વખત હેર માસ્ક જરૂર લગાવવું જોઇએ. કારણકે આમ કરવાથી વાળ ડ્રાય થવાથી બચી જાય છે. તમે ઇચ્છો તો ઘરે પણ હેર માસ્ક બનાવી શકો છો.

– ઘરની બહાર જતા સમયે વાળને પ્રદુષણથી બચાવવા માટે સ્કાર્ફ પણ પહેરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.