Beauty follow these easy tips for dry skin
  • Home
  • Fashion & Beauty
  • ડ્રાય સ્કિન માટે બેસ્ટ છે આ ટિપ્સ, તમે પણ ટ્રાય કરો

ડ્રાય સ્કિન માટે બેસ્ટ છે આ ટિપ્સ, તમે પણ ટ્રાય કરો

 | 8:16 pm IST

ત્વચામાં રહેલો ભેજ ઓછો થવાના કારણે તેમા ડ્રાયનેસ વધવા લાગે છે. ડ્રાય હાથ-પગમાં ચીરા પડવાથી દુખાવો થવા લાગે છે. તે સિવાય ચહેરાની ડ્રાય સ્કિનથી ગ્લો પણ પૂર્ણ રીતે ખતમ થઇ જાય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લોકો ફેશિયલનો સહારો લે છે. જેથી ડ્રાય સ્કિનની સમસ્યાથી રાહત મળી શકે. કેટલીક વખત ઓછા સમયના કારણે ફેશિયલ કરાવી શકતા નથી તો તમે કેટલાક ઘરેલું ઉપચાર અજમાવી શકો છો.

મધ
ચહેરા પર 10 મિનિટ મધ લગાવીને ધોઇ લો. જેથી ત્વચા મુલાયમ અને સુંદર થઇ જશે.

દૂધ
જો તમારો ચહેરો ડ્રાય થઇ ગયો છે તો તમે દૂધમાં ઓલિવ ઓઇલના બે ટીંપા ઉમેરી લો. તે પછી તેને ડ્રાય સ્કિન પર લગાવીને રાખી મૂકો. થોડાક દિવસમાં આ સમસ્યા દૂર થઇ જશે.

બદામનું તેલ
બદામનું તેલ અને મધને સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેનો ઉપયોગ કરો. આ બન્ને વસ્તુ કરીને 15 મિનિટ માટે ડ્રાય સ્કિન પર લગાવવાથી ત્વચા મુલાયમ બને છે.

નારિયેળનું તેલ
સ્નાન કરતા પહેલા નારિયેળ તેલથી મસાજ કરો. તેનાથી મસાજ કરવાથી ત્વચા સુંદર અને મુલાયમ બને છે. ડ્રાય સ્કિન તેમજ ચીરાની સમસ્યા ગાયબ થાય છે.

ચણાનો લોટ
ચણાનો લોટ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. જેથી ચણાના લોટમાં હળદર, મધ અને દૂધ ઉમેરીને તેનો પેક બનાવો આ પેકને 10 મિનિટ ડ્રાય સ્કિન પર લગાવો. થોડાક દિવસ સતત આ ઉપાય કરવાથી ત્વચા મુલાયમ બની જશે.