Beauty follow these home remedy for hair fall do hair massage
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ખરતા વાળથી પરેશાન છો તો અજમાવો આ રામબાણ ઇલાજ, ખોડાને લગતી સમસ્યા થશે દૂર

ખરતા વાળથી પરેશાન છો તો અજમાવો આ રામબાણ ઇલાજ, ખોડાને લગતી સમસ્યા થશે દૂર

 | 2:33 pm IST
  • Share

તમે તમારા ખરતા વાળથી પરેશાન છો તો રોજ તમારે થોડીક મિનિટ વાળની સારી રીતે મસાજ કરવી જોઇએ.પરંતુ ભીના વાળમાં કાંસકો બિલકુલ ન નાખવો જોઇએ। ઘરેલું ઇલાજના નામ પર કેટલીક વસ્તુ કરવી અસરકારક હોતી નથી, અને તે સમયની પણ બરબાદી હોય છે. જો તમે વિચાર કરી રહ્યા છો કે વાળને ખરતા કેવી રીતે રોકવા તો અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ જે તમને મદદરૂપ સાબિતચ થશે.

વાળની મસાજ

નિયમિત રીતે થોડીક મિનિટ માટે માથામાં તેલથી મસાજ કરવી જોઇએ આમ કરવાથી લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે. લોહીનું પ્રરિભ્રમણ યોગ્ય રીતે થવાથી વાળના મૂળને એક્ટિવ રાખે છે. માથાની મસાજ કરવા માટે જૈતુન કે નારિયેળ ઓઇલમાં બે ટીંપા લીંબુનો રસ મિક્સ કરો અને એક કલાક બાદ વાળને શેમ્પુથી ધોઇ લો.

ઘરેલું હેર સ્પા

ગરમ પાણીમાં જૈતુન ઓઇલના થોડાક ટીંપા મિક્સ કરી લો અને તેમા બે મિનિટ માટે એક ટુવાલ ડુબાડીને રાખો તે બાદ તેમા ટુવાલથી વાળને બરાબર કવર કરી લો તે તમારા વાળ માટે એક કુદરતી સ્પા હશે.

પ્રાકૃતિક રસ કે જ્યૂસ

તમે તમારા સ્કેલ્પ પર લસણ, ડુંગળી કે આદુનો રસ પણ લગાવી શકો છો. તેને આખી રાત લગાવીને રહેવા દો અને સવારે વહેલા ધોઇ લો જેથી તમને થોડાક દિવસમાં ફરક જોવા મળશે.

ભીના વાળમાં કાંસકાનો ઉપયોગ ન કરો

વાળને મજબૂત રાખવા માટે ભીના વાળમાં કાંસકાનો ઉપયોગ ન કરવો જોઇએ. ભીના વાળમાં કાંસકો કરવાથી વાળ વધારે તૂટી જાય છે ઉતાવળ હોય તો વાળને થોડાક સૂકવવા દો અને બાદમાં કાંસકાનો ઉપયોગ થઇ શકે છે.

 

આ પણ જુઓ : વધારે સૂતા લોકો થઇ જાવ સાવધાન! મગજને થઇ શકે છે ખતરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન