Beauty follow These tips For Creaked heel
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ફાટેલી એડીની સમસ્યાથી છૂટકારો મેળવવા ફોલો કરો આ Tips

ફાટેલી એડીની સમસ્યાથી છૂટકારો મેળવવા ફોલો કરો આ Tips

 | 6:32 pm IST

ગરમીમાં ગરમ હવા અને બંધ ફૂટવેર ન પહેરવાના કારણે લોકોના પગની એડી ફાટી જાય છે. ફાટેલી એડીના કારણે યુવતીઓ તેમની પસંદગીના સેન્ડલ પણ પહેરી શકતી નથી અને કેટલીક વખત લોકોની સામે શરમ અનુભવવી પડે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો કેટલાક ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરીને આ સમસ્યાથી છૂટકારો મેળવીને તમારા પગને મુલાયમ બનાવી શકો છો.

લીંબુ
લીંબુ પગને સ્વચ્છ રાખવાની સાથે ફાટેલી એડીની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે. જેના માટે લીંબુને કટ કરીને પગમાં રગડો. આ ઉપાયને ઓછામાં ઓછો એક અઠવાડિયા સુધી કરવો જોઇએ. તે સિવાય ગરમ પાણીના ટબમાં એક કપ મીઠું મિક્સ કરીને તેમા પગ ડૂબાડીને રાખો.

પાણી પીઓ
દિવસમાં વધારે પ્રમાણમાં પાણી પીવાથી ત્વચા સ્વચ્છ રહે છે. રોજ ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું જોઇએ અને સાથે કેફીન અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઇએ. કારણકે તેના વધારે સેવનથી શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઇ જાય છે.

એન્ટી- સેપ્ટિક સાબુ
પગની ડેડ સ્કિનને દૂર કરવા અને પગને બેક્ટેરિયાથી બચાવવા માટે એન્ટી-સેપ્ટિક સાબુ ખૂબ ફાયદાકારક હોય છે. જેથી તેનાથી પગને સાફ કરો.

પ્યુમૈસ સ્ટોનનો ઉપયોગ
ફાટેલી એડીથી ડેડ સ્કિન દૂર કરવા અને તેને સાફ કરવા માટે પ્યુમેસ સ્ટોનનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી હાર્ડ ત્વચા દૂર થાય છે. આ સ્ટોનથી એડીની ત્વચાને હળવા હાથે રગડો. જેથી તમને દુખાવો પણ ન થાય. આ ઉપાય કરવાથી એડીની ત્વચા મુલાયમ થઇ જશે.

કાતરનો ઉપયોગ
કેટલાક લોકો પગની સૂકી ત્વચાને દૂર કરવા માટે કાતરનો ઉપયોગ કરે છે. જેનાથી તેની આસપાસની ત્વચા પણ નીકળી જાય છે અને ત્વચા પર સંક્રમણ થવાનો ખતરો વધી જાય છે.

પગને રાખો સૂકા
પગને ધોઇ લીધા પછી તેને બરાબર સૂકવી દો. તેને ભીના ન રાખો. તે સૂકાઇ જાય તે પછી કોઇ લોશન જરૂરથી લગાવી લો. જેથી પગ મુલાયમ રહે.