Beauty Follow tips for cracked heels navratri garba
  • Home
  • Fashion & Beauty
  • ગરબા રમવાથી પગમાં પડી ગયા છે વાઢિયા તો બેસ્ટ છે આ ટિપ્સ

ગરબા રમવાથી પગમાં પડી ગયા છે વાઢિયા તો બેસ્ટ છે આ ટિપ્સ

 | 10:40 am IST

ગરમીમાં ખાસ કરીને લોકોના પગની એડી ફાટી જાય છે. ફાટેલી એડીઓના કારણ કેટલીક વખત બીજા લોકોની સામે શરમ અનુભવવી પડે છે. પરંતુ હાલ તમે નવરાત્રીમાં ગરબા રમવા જઇ રહ્યા છો અને તેના કારણે તમારી એડી ફાટી ગઇ છે. તો અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ. જેનાથી તમને ગરબામાં વાઢિયા પણ નહી પડે અને સહેલાઇથી તમે ગરબા રમી શકશો. પગની સુંદરતા પરત લાવવા માટે અને એડીને મુલાયમ બનાવવા માટે યુવતીઓ કેટલાક ઉપાય કરે છે. પરંતુ તેનાથી કોઇ જ ફાયદો થશે નહીં. એવામાં તમે ઘરેલું નુસખા અપનાવીને ફાટેલી એડીઓથી રાહત મેળવી શકો છો.

ઘરેલું ઉપાય

નારિયેળ તેલ
રોજ રાત્રે સૂતા પહેલા નારિયેળ તેલથી પગની માલિશ કરો. માલિશ કરવા માટે એક મોટી ચમચી નારિયેળ તેલ લો. તેને હળવું ગરમ કરો. આશરે 5 મિનિટ સુધી તેનાથી માલિશ કરો. સતત 10 દિવસ સુધી આ તેલ લગાવવાથી એડી મુલાયમ થવા લાગે છે.

મધ
પગને હાઇડ્રેટ રાખવા માટે પોષણની ખુબ જરૂરિયાત હોય છે. મધને પગમાં મોઇશ્ચારાઇજર કરવા માટે મધ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આશરે 20 મિનિટ માટે મધને પગ પર લગાવો. ત્યાર પછી તેને નવશેકા પાણીથી ધોઇ લો. તમારા પગ કોમળ થઇ જશે.

ગ્લિસરીન અને ગુલાબજળ
જો તમારી એડી વધારે ફાટી ગઇ છે તો તમે તેની પર ગુલાબજળ અને ગ્લિસરીનને મિક્સ કરીને લગાવી શકાય છે. કેટલાક સમય સુધી આ પેસ્ટને એડીઓ પર લગાવી રાખો. ત્યાર પછી નવશેકા પાણીથી તેને ધોઇ લો. કેટલાક દિવસ આમ કરવાથી તમને ફરક જોવા મળશે.

ઓટ-જોજોબા ઓઇલ
ઓટ અને જોજોબા ઓઇલને મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને થોડીક વખત તમારા પગ પર લગાવી રાખો. જેથી ફાટેલી એડીથી રાહત મળી શકે છે. એડી મુલાયમ થવાની સાથે જ પગની ત્વચા પણ સુંદર બને છે.