Beauty Glow will come on face in 5 minutes, these kitchen things will have to be used
  • Home
  • Fashion & Beauty
  • 5 મિનિટમાં ચહેરા પર આવશે એકદમ ચમક, આ વસ્તુઓ છે બેસ્ટ

5 મિનિટમાં ચહેરા પર આવશે એકદમ ચમક, આ વસ્તુઓ છે બેસ્ટ

 | 12:07 pm IST

કેટલીક વખત ચહેરા પર ચિકાશને કારણે ત્વચાને લગતી અનેક સમસ્યાઓ થવા લાગે છે. તેમજ વાતાવરણ બદલાવવાના કાણે ત્વચા ડ્રાય અને શ્યામ પડી જાય છે. જો તમે ત્વચાને યોગ્ય રીતે સાફ નથી કરતા તો આ સમસ્યાઓ વધી જાય છે. તો અમે તમને જણાવીશુ કેટલીક એવી વસ્તુઓ જેનાથી તમારી ત્વચામાં ચમક આવી જશે અને તમારા ચહેરા પરનું વધારાનું ઓઇલ પણ દૂર કરી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે તમે તમારા ચહેરાને ફ્રેશ રાખી શકશો.

ચંદન પાવડર અને નારંગીની છાલ

ચંદન પાવડરમાં નારંગીની છાલ અને મુલતાની માટી મિક્સ કરીને પેસ્ટ તૈયાર છે. જે ડેડ સ્કિન સેલને નીકાળીને તેમા ચમક પેદા કરે છે. પેસ્ટને 5 મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખો અને તેને ઠંડા પાણીથી ધોઇ લો. ચહેરો એકદમ ફ્રેશ થઇ જશે.

બેકિંગ સોડા અને મધ

ઘરમાં સ્ક્રબ બનાવવા માટે બે મોટી ચમચી બેકિંગ સોડા , એક ચમચી તજ પાવડર, અડધા લીંબુનો રસ અને પાંચ ચમચી મધ મિક્સ કરી લો. તૈયાર કરેલી આ પેસ્ટને ચહેરા પર પાંચ મિનિટ માટે લગાવીને રાખો. તે બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લો. તેનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરવો જોઇએ. ચહેરો ચમકવા લાગશે અને ડાઘ-ધબ્બા પણ દૂર થશે.

ચણાની દાળ અને મેથીના બીજ

કેટલીક વખત તમે બજારમાં મળતા ફેશવોશનો ઉપયોગ કરતા હોવ છો. પરંતુ તેમા અનેક પ્રકારના કેમિકલ્સના કારણે તેની સાઇડ ઇફેક્ટ્સ પણ થાય છે. માટે તમે ઘરે બનાવેલું ફેશવોશ પણ ઉપયોગમાં લઇ શકો છો. જેના માટે તમે લીલા ચણાનો પાવડર અને ચણાની દાળના પાવડરને યોગ્ય પ્રમાણમાં મિક્સ કરી લો. સાથે તેમા મેથીના બીજ મિક્સ કરી લો હવે તેમા ગુલાબજળ ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરી લો. તેને ચહેરા પર લગાવીને 5 મિનિટ બાદ ચહેરાને ધોઇ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન