Beauty glow your skin in 10 days by using desi remedy
  • Home
  • Fashion & Beauty
  • દેશી નુસખો અજમાવીને 10 દિવસમાં તમારી ત્વચાને ચમકાવો

દેશી નુસખો અજમાવીને 10 દિવસમાં તમારી ત્વચાને ચમકાવો

 | 2:50 pm IST

ગોરી ત્વચા માટે યુવતીઓ હંમેશા નવી-નવી ક્રીમ્સ તેમજ ટ્રીટમેન્ટનો સહારો લે છે. બજારમાં મળતી ક્રીમ્સ જે ત્વચાને ગોરી કરવાનો દાવો તો કરે છે પરંતુ તેમા ઘણા કેમિકલ્સ હોવાના કારણે ત્વચાને નુકસાન પણ થઇ શકે છે, મોર્ડન સમયમાં યુવતીઓ તેમની ત્વચા સાથે કોઇપણ પ્રકારનો સમજોતો કરવા માંગતી નથી. જેથી આજે અમે તમારા માટે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જેની પેસ્ટ બનાવીને તમે ચહેરા પર લગાવી શકો છો. તો ચાલો જોઇએ કઇ વસ્તુ છે જેનાથી તમારી ત્વચા ગોરી બની જશે.

સામગ્રી
2 નંગ – વિટામીન ઇ કેપ્સૂલ
મધ
લીંબુ
ચોખાનો લોટ
ગુલાબજળ

બનાવવાની રીત
– એક વાસણમાં વિટામિન ઇ કેપ્સૂલનું તેલ નીકાળી લો. જેના માટે તમે ઇવિયન 400 કે ઇવિયન 800ના યલો કલર વાળા કેપ્સૂલનો ઉપયોગ કરી શકો છો.
– હવે તેમા મધ મિક્સ કરો. હવે અડધી ચમચી લીંબુનો રસ તેમજ ચોખાનો લોટ મિક્સ કરી લો. ત્યાર પછી તેમા એક ચમચી ગુલાબજળ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
– હવે તેની મુલાયમ પેસ્ટ તૈયાર થઇ જાય એટલે તેને 15 મિનિટ તમારા ચહેરા પર લગાવી રાખો. 15 મિનિટ પછી તમારા ચહેરા પરથી આ પેસ્ટને સાદા પાણીથી સાફ કરી લો. આ નુસખાને સતત 10 દિવસ સુધી કરવાથી તમારા ચહેરામાં ચમક આવી જશે.
– ધ્યાન રાખો કે આ નુસખાનો ઉપયોગ કરતા પહેલા કોઇ ત્વચાના ડોક્ટરની સલાહ જરૂરથી લો. કારણકે કોઇપણ ત્વચા અલગ-અલગ પ્રકારની હોય છે.