Beauty growth eyebrow follow tips
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • આઇબ્રોને ભરાવદાર કરવા અજમાવો આ નુસખા, નહીં ખરે વાળ

આઇબ્રોને ભરાવદાર કરવા અજમાવો આ નુસખા, નહીં ખરે વાળ

 | 4:23 pm IST

સમયની સાથે-સાથે ફેશન પણ બદલાઇ જાય છે. તો ક્યારેક પાતળી તો ક્યારેક જાડી આઇબ્રોનો ટ્રેન્ડ શરૂ થઇ ગયો છે. આઇબ્રોને પરફેક્ટ શેપ આપવા માટે તે ભરાવદાર હોવી ખૂબ જરૂરી છે. કેટલીક યુવતીઓની આઇબ્રો કુદરતી મોટી હોય છે. પરંતુ કેટલીક યુવતીઓને આઇબ્રોના વાળ ખૂબ જ ઓછા હોય છે. એવામાં આઇબ્રોને પરફેક્ટ શેપ આપવામાં મુશ્કેલી થાય છે. જોકે યુવતીઓ આઇબ્રો પેન્સિલની મદદથી આઇબ્રોને મોટી બનાવી લે છે. પરંતુ તમે તેને કુદરતી રીતે ભરાવદાર બનાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે આઇબ્રોને ભરાવદાર બનાવી શકાય.

ઓલિવ ઓઇલ
ઓલિવ ઓઇલમાં વિટામિન ઇ હોય છે. જે વાળને ખરવાથી બચાવે છે. જેના માટે એક ચમચી ઓલિવ ઓઇલ લો અને તેને આઇબ્રો પર સર્કુલર મોશનમાં હળવા હાથે મસાજ કરી લો. 30 મિનટ પછી તેને નવશેકા પાણીથી ધોઇ લો.

એલોવેરા
એલોવેરા વાળના રોમછિદ્રોને મજબૂત કરે છે અને વાળને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. જેથી વાળ ખરવાની સમસ્યા ઓછી કરવા જાય છે. એલોવેરા જેલને આઇબ્રો પર લગાવ્યા પછી આઇબ્રો પર મસાજ કરો અને 30 મિનિટ સુધી પછી પાણીથી ધોઇ લો.

દૂધ
દૂધમાં પ્રોટીન હોય છે. જે વાળનો વિકાસ કરવા માટે બેસ્ટ હોય છે. કોટન બોલની મદદથી થોડાક કાચા દૂધને આઇબ્રો પર લગાવો. થોડીક મિનિટ સુધી તેને રહેવા દો અને 20 મિનિટ પછી તેને દોઇ લો. આ ઉપાય રોજ કરો.