વાળની સાચવણીથી જોડાયેલી આ માન્યતાઓ છે તદ્દન ખોટી - Sandesh
NIFTY 10,513.85 +83.50  |  SENSEX 34,663.11 +318.20  |  USD 68.3425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • વાળની સાચવણીથી જોડાયેલી આ માન્યતાઓ છે તદ્દન ખોટી

વાળની સાચવણીથી જોડાયેલી આ માન્યતાઓ છે તદ્દન ખોટી

 | 6:57 pm IST

લાંબા અને ભરાવદાર વાળ મહિલાઓની સુંદરતાને વધારે છે. વાળની સાચવણી યોગ્ય રીતે અને નિયમિત રીતે થવી જોઇએ. પ્રદુષણ, તણાવ અને પ્રતિકુળ સ્ટાઇલના કારણે કેટલીક વાર વાળ તૂટી જાય છે. આપણે લોકોમાં વાળની સાચવણીથી જોડાયેલી ઘણી માન્યતાઓ છે પરંતુ તે ખોટી છે. આવો જોઇએ તેનાથી સંબંધિત કેટલીક પ્રચલિત માન્યતાઓ જેના પર આપણે વિશ્વાસ ન કરવો જોઇએ.

દરરોજ શેમ્પુ કરવું મહત્વપૂર્ણ
દરરોજ શેમ્પુ કરવાથી વાળ સુંદર બને છે. આ એક માન્યતા છે. જોકે તે તમારા વાળને ઓઇલી બનાવે છે. જેથી શેમ્પુ વાળમાં લગાવતા પહેલા તેને પાણીમાં મિક્સ કરીને તેનો ઉપયોગ કરો અને શેમ્પુનો ઉપયોગ ઓછો કરવો જોઇએ. જેથી તમારા વાળ ઓછા તૂટશે.

ટ્રિમ કરવાથી ઝડપથી વધે છે વાળ
વાળની સાચવણીથી સંબંધિત માન્યતા આ પણ છે તે વાળને કટ કરવાથી તે ભરાવદાર થાય છે. પરતું સત્ય એ છે કે તમે બરછટ વાલને યોગ્ય રીતે ટ્રીમ ન કરો ત્યાં સુધી વાળ ભરાવદાર થતા નથી.

હેર કલર પ્રયોગથી વાળ ગ્રે થાય છે
વાળને કલર કરવાથી તે સમયે વાળ બ્લેક દેખાય છે. પરંતું થોડાક સમય બાદ પહેલેથી બ્લેક વાળ પણ ભૂરા થઇ જાય છે. આ પણ એક માન્યતા છે. જ્યારે કે કલર કરવાથી વાળ સમય પહેલા બ્રાઉન થતા નથી. પરંતુ જો તમારા વાળ પહેલાથી ભૂરા હશે તો તે ભૂરા જ દેખાશે.

કન્ડીશનર વાળને બનાવે છે ઓઇલી
કન્ડીશનર સૂકાઇ ગયેલા વાળ માટે સારું છે પરંતુ જ્યારે તમારા વાળના મૂળની આસપાસની સ્કેલ્પ ડ્રાય હોય તો કન્ડીશનરનો પ્રયોગ કરવાથી દૂર રહેવું જોઇએ. કન્ડીશનર હંમેશા વાળના ઉપરના ભાગમાં લગાવવું જોઇેએ સ્કેલ્પ પર નહી. આમ યોગ્ય રીતે લગાવવામાં આવેલું કન્ડીશનર વાળને ઓઇલી બનાવતું નથી.

સ્ટેપ કટથી વાળ ખરે છે
આ પણ એક માન્યતા છે કે સ્ટેપ કટ સ્ટાઇલમાં વાળને ટ્રિમ કરવવાથી વાળ પાતળા થઇ જાય છે અને નબળા થઇ તૂટલા લાગે છે. વાળ તૂટવા પાછળ હેર ફોલિકલ્સ અને તમારા ડાયેટ ખાસ કરીને જવાબદાર હોય છે.