સતત વધી રહેલા ખોડાથી રાહત અપાવશે આ અસરદાર નુસખા - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • સતત વધી રહેલા ખોડાથી રાહત અપાવશે આ અસરદાર નુસખા

સતત વધી રહેલા ખોડાથી રાહત અપાવશે આ અસરદાર નુસખા

 | 2:11 pm IST

ખોડાની સમસ્યા લગભગ દરેક લોકોને હોય છે. શિયાળામાં આ સમસ્યા ઘણા લોકોને થાય છે. ખોડાના કારણે સ્કેલ્પ ડ્રાય, સેબોર્રિક ડર્મેટાઇસિટસ, સોરાયસિસ, એક્ઝિમા, ફંગસ જેવી સમસ્યાનો સામનો કરવો પડશે. ખોડાથી છૂટકારો મેળવવા માટે લોકો ઘણા તેલ કે શેમ્પુ સહિતની ટ્રીટમેન્ટનો સહારો લઇ શકો છો. જેનાથી કઇ ફરક પડતો નથી. પરંતુ જો તમે ઇચ્છો તો ઘરમાં રહેલી સાધારણ વસ્તુઓના ઉપયોગથી તમે ખોડાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. જે તમારા માટે ઘણા સારા નુસખા છે. તેના ઉપયોગથી કોઇપણ સાઇડ ઇફેક્ટ નહી થાય.

એપ્પલ સાઇડર વિનેગર
સ્પ્રે બોટલમાં યોગ્ય પ્રમાણમાં એપ્પલ સાઇડર વિનેગર અને પાણી મિક્સ કરો. તે બાદ તેને વાળની સ્કેલ્પ પર સ્પ્રે કરો અને ટુવાલથી તમારા માથાને 15 મિનિટ સુધી ઢાંકીને રાખો. તે બાદ માઇલ્ડ શેમ્પુ અને પાણીથી વાળ બરાબર ધોઇ લો. આ નુસખાને તમે અઠવાડિયામાં 2 વાર ટ્રાય કરી શકો છો. જેથી ખોડાની સમસ્યા દૂર થશે.

નારિયેલ તેલ
થોડૂક નારિયેલ તેલ ગરમ કરીને સ્કેલ્પની મસાજ કરો. તેને એક કલાક લગાવી રાખો. આ નુસખાને અઠવાડિયામાં 3 વખત ઉપયોગ કરવાથી ખોડાની સમસ્યાથી ઝડપથી છૂટકારો મળી શકે છે.

મઘ
1 મોટી ચમચી મધમાં 2/3 કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે વાળ અને સ્કેલ્પ પર આંગળીની મદદથી આ મિશ્રણને લગાવો. હવે ટુવાલની મદદથી તેને સાફ કરી લો. આ પ્રક્રિયાને અઠવાડિયામાં 2-3 વાર જરૂરથી ઉપયોગ કરવાથી ખોડો દૂર થશે અને સાથે જ તમારા વાળમાં ચમક આવશે.

લસણ
લસણની થોડીક કરીને ક્રશ કરી લો. હવે તેમા 1 મોટી ચમચી મધ ઉમેરીને મિક્સ કરી લો. આ મિશ્રણને સ્કેલ્પ પર મસાજ કરો અને 15 મિનિટ બાદ ધોઇ લો. આ નુસખાને અઠવાડિયામાં 2 વખત ટ્રાય કરો.

એલોવેરા
એલોવેરામાંથી જેલ નીકાળી લો. આ જેલથી સ્કેલ્પ પર મસાજ કરી લો. 1 કલાક બાદ ધોઇ લો. તે બાદ તમારા વાળને માઇલ્ડ શેમ્પુ અને પાણીથી મદદથી ધોઇ લો.