એક ચપટી જીરાના ઉપયોગથી ફરીથી આવશે માથામાં વાળ, જરૂર કરો ટ્રાય - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • એક ચપટી જીરાના ઉપયોગથી ફરીથી આવશે માથામાં વાળ, જરૂર કરો ટ્રાય

એક ચપટી જીરાના ઉપયોગથી ફરીથી આવશે માથામાં વાળ, જરૂર કરો ટ્રાય

 | 5:39 pm IST

દાળમાં વઘાર કરવા માટે કે કોઇપણ શાક કે ચટણીમાં સ્વાદ વધારવામાં જીરૂ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે ચપટી જીરૂ ન હોયતો ખાવાનાનો સ્વાદ આવતો નથી. પરંતુ આ જીરૂ ફક્ત ભોજનને જ સ્વાદિષ્ટ નથી બનાવતું પરંતુ વાળ માટે પણ ફાયદાકારક હોય છે.

બદલાતી ઋતુમાં લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન રહે છે એવામાં એક ચપટી જીરૂ તમારી વાળ ખરવાની સમસ્યાથી રાહત અપાવી શકે છે. જીરાનો ઉપયોગ ટાલિયાપણુંથી પરેશાન લોકો પણ કરી શકે છે. જેના માટે બસ તમારે એક કામ કરવાનું રહેશે.

એક નાની ચમચી જીરૂ એક મોટી ચમચી ઓલિવ ઓઇલ કે કોકોનટ તેલમાં મિક્સ કરી લો. આ આ તેલના મિશ્રણથી વાળની યોગ્ય રીતે મસાજ કરો. આ તેલને ઓછામાં ઓછું વાળમાં અડધો કલાક રાખી મૂકો.

ત્યાર બાદ વાળને શેમ્પુથી ધોઇ લો. આ તેલના ઉપયોગથી વાળનું ખરવાનું બંધ થઇ જશે સાથે જ ટાલિયાપણાની સમસ્યાથી પણ છૂટકારો મળી શકે છે.