ખરતા વાળને સમસ્યા દૂર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • ખરતા વાળને સમસ્યા દૂર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર

ખરતા વાળને સમસ્યા દૂર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર

 | 8:44 pm IST

મહિલાઓ સુંદરતાને લઇને ખૂબ કાળજી લેતી હોય છે. તો આજકાલ ખરતા વાળની સમસ્યાને લઇને યુવકથી લઇને યુવતીઓ પણ ખૂબ પરેશાન રહે છે. આ સમસ્યા સતત વધી રહી છે. આ સમસ્યાઓને કારણે વાળ બરછટ પણ થઇ જાય છે. વાળ ખરવા માટેનું મુખ્ય કારણ તણાવયુક્ત જીવન છે. ખરતા વાળ રોકવા તણાવથી દૂર રહેવું જોઈએ. ખરતા વાળને રોકવા માટે યંગસ્ટર્સ બજારમાં મળતી અનેક બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે.પરંતુ તેનાથી કોઇ ફરક પડતો નથી. તો ઘણાં એવા ઘરેલું ઉપચાર છે જેનાથી ખરતા વાળની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

• ગાજરના રસને જળમૂળમાં લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જશે. આ રસ લગાવવાથી વાળ લાંબા અને ભરાવદાર થશે. તે સિવાય વાળમાં ડુંગળીનો રસ લગાવવાથી પણ વાળનો ગ્રોથ વધશે.
• ગાજરને પીસીને તેનો લેપ બનાવીને લગાવવાથી પણ ખરતા વાળની સમસ્યાથી છૂટકારો મળે છે. આ લેપને માથા પર લગાવ્યા બાદ બે કલાક પછી માથું ધોઈ લો.આમ નિયમિત કરવાથી વાળ ખરતા બંધ થશે.
• તે સિવાય રાત્રે સૂતા સમયે નારિયેળના તેલમાં લીંબુનો રસ ઉમેરીને વાળમાં લગાવવાથી વાળમાં ચમક આવે છે અને સાથે ખરતા વાળની સમસ્યાથી છૂટકારો મળે છે.
• રાતના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો. વહેલી સવારે આ પાણી પીવાની સાથે અડધી ચમચી આંબળાનું ચૂર્ણનું સેવન કરવું જોઇએ. જેથી ટૂંક સમયમાં ખરતા વાળની સમસ્યાથી રાહત મળી શકે છે.
• ગ્રીન ટીને પીસીને વાળમાં લગાવવાથી પણ વાળ ખરતા અટકે છે. તે સિવાય ચાને ઉકાળીને ગાળી લેવી. ચાના પાણીને વાળમાં લગાવવાથી પણ ખરતા વાળની સમસ્યા દૂર થાય છે અને સાથે જ વાળમાં ચમક આવે છે.