ખરતાં વાળની સમસ્યાથી છો પરેશાન તો અજમાવો આ ઉપાય - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4750 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ખરતાં વાળની સમસ્યાથી છો પરેશાન તો અજમાવો આ ઉપાય

ખરતાં વાળની સમસ્યાથી છો પરેશાન તો અજમાવો આ ઉપાય

 | 4:18 pm IST

લાંબા, કાળા અને ભરાવદાર વાળ દરેક મહિલાઓને સારા લાગે છે. પરંતુ ઘણીવાર કેમિકલ શેમ્પુ અને વાળનું યોગ્ય રીતે ધ્યાન ન રાખવાના કારણે વાળ ખરવા લાગે છે. એવામાં તમે પણ ખરતા વાળની સમસ્યાથી પરેશાન છો તો અજમાવો આ ઘરેલું નુસ્ખાઓ.

• વાળ ખરવાનું સૌથી મહત્વનું કારણ ખોડો અને માથાની ચામડીમાં ખંજવાળ આવે છે. જોકે સુંદર અને ભરાવ દાર વાળ માટે તમારા વાળને બરાબર સાફ કરો.
• વાળ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ ન કરો. કારણકે ગરમ પાણી વાળને ડ્રાય કરે છે.જેનાથી વાળમાં રહેલું તેલ નીકળી જાય છે અને વાળ ખરવા લાગે છે.જોકે વાળ ધોવા માટે તમારા બોડીના તાપમાનથી થોડાક વધારે ગરમ પાણીનો ઉપયોગ કરો.
• દૂધીના રસને આશરે 30 મિનિટ સુધી વાળમાં લગાવી રાખો. તે બાદ વાળને ધોઇ લો. તમારા વાળ ચમકદાર અને ભરાવદાર થશે.
• તમારા હેર કન્ડિશનરમાં 2-3 ચમચી મધ ઉમેરો અને આ મિશ્રણને ભીના વાળ પર લગાવી 30 મિનિટ લગાવી રાખો. તે બાદ વાળને એકવાર ફરી બરાબર ધોઇ લો. આ મિશ્રણ લગાવવાથી તમારા વાળમાં ચમક આવી જશે.
• સુંદર અને લાંબા વાળ માટે એખ વધુ સહેલો ઉપાય છે. 3 ચમચી બેકિંગ સોડામાં થોડુંક પાણી મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. શેમ્પુ કર્યા બાદ વાળને આ મિશ્રણથી બરાબર ધોઇ લો. તે બાદ આશરે 5 મિનિટ સુધી વાળને રહેવા દો અને પાણીથી ધોઇ લો. આ થેરાપીની મદદથી વાળમાંથી વધારે શેમ્પુ અને સ્ટાઇલિંગ પ્રોડક્ટ દૂર થશે.
• વાળમાં રહેલું કુદરતી તેલ રહેવું જોઇએ. તે માટે જરૂરી છે કે તમે અઠવાડિયામાં 2-3 વાર થી વધારે વાળ ન ધોવા જોઇએ. રોજ વાળ ધોવાથી વાળની ચમક અન સુંદરતા ગાયબ થઇ જશે.
• કેમિકલ કન્ડિશનરનો ઉપયોગ કરવાની જગ્યાએ ઘરે બનાવેલ કન્ડિશનરનો ઉપયોગ કરો. જેથી ઘરે બનાવેલ કન્ડિશનરની કોઇ આડ અસર નહી થાય.
• શુષ્ક અને તૂટતા વાળ માટે બદામના તેલનો ઉપયોગ કરો. બદામના તેલને એક વાટકીમાં આશરે 40 સેકન્ડ સુધી ગરમ કરો અને આ તેલને વાળમા બરાબર લગાવો. 30 મિનિટ બાદ તમારા વાળને બરાબર ધોઇ લો.